Western Times News

Gujarati News

મતદારોને રીઝવવા ઠેરઠેર રસોડા ધમધમવા લાગ્યા

રાજકોટ વોર્ડ નંબર ૧૧ મા માટેલ સોસાયટી

કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંધન જાેવા મળ્યું હતું. સાથે જ ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પણ ઉલ્લંધન જાેવા મળ્યું.

રાજકોટ: ચૂંટણી આવતા જ તમામ રાજકીય પક્ષો મતદારોને રીઝવવામાં લાગી જાય છે. મતદારો પોતાને મત આપે તે માટે રીતસરની સ્પર્ધા જામે છે. કયો નેતા ચઢિયાતુ કરે છે તેની મતદારોમાં ચર્ચા થતી હોય છે. દરેક ઉમેદવારના પંડાલમાં રસોડા શરૂ થઈ જતા હોય છે. રોજના હજારેક માણસોનો જમણવાર થતો હોય છે.

પરંતુ આ વખતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કોરોનાકાળમાં આવી છે. આવામાં વોટ માંગવા નીકળેલા નેતાઓ કોરોના અને તેની ગાઈડલાઈનને ભૂલી ગયા હોય તેવું લાગે છે.

રાજકોટમાં ચૂંટણી આવતાની સાથે જ જમણવાર અને નાસ્તા પાર્ટી શરૂ થઈ ગઈ છે. રાજકોટમાં ભજીયા પાર્ટીઓ શરૂ થઈ છે. શહેરના રાજકીય પક્ષો ભજીયા પાર્ટી કરીને મતદારોને રીઝવી રહ્યા છે. વોર્ડ નંબર ૧ના ભાજપના કાર્યક્રમ અને વોર્ડ નંબર ૧૮ના કોંગ્રેસના કાર્યક્રમમાં પાર્ટી યોજાઈ હતી.

જેમાં કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંધન જાેવા મળ્યું હતું. સાથે જ ચૂંટણી પંચની ગાઇડલાઇનનું પણ ઉલ્લંધન જાેવા મળ્યું. રાજકોટમાં મતદારોને રીઝવવા ઠેરઠેર રસોડા શરૂ થયા છે.

જ્યાં મફતમાં જમવા લોકોના ટોળેટોળા ઉમટી રહ્યાં છે. આવામાં કોરોના ફરી વકરે તેવી શક્યતા છે. રાજકીય પક્ષો કોરોનાને આમંત્રણ આપી રહ્યા હોય એવી ચર્ચા ઊઠી હતી. જમણવારમાં મોટાભાગના લોકો માસ્ક વગર જ જાેવા મળ્યા છે.

રાજકીય પક્ષો દલા તરવાડીની જેમ કરી રહ્યાં છે. જાતે જ નિયમો બનાવે છે, અને જાતે જ તેનું ઉલ્લંઘન કરે છે. જ્યારે વાત પક્ષના કાર્યક્રમોની આવે ત્યારે બધા નિયમો નેવે મૂકાઈ જાય છે. તેની જગ્યાએ કોઈ સામાન્ય માણસો હોય તો પ્રશાસન પણ કાર્યક્રમો બંધ કરતા ખચકાતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.