મતદારો પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને ફરી મુખ્યમંત્રી બનાવવા માંગે છે
કોલકતા: પશ્ચિમ બંગાળમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ અને ટીએમસી વચ્ચે રાજકીય જંગ જામ્યો છે. ટીએમસી રેલીઓ કરી ૧૦ વર્ષની ઉપલબ્ધિ જણાવી રહી છે તો ભાજપ મોદી સરકારના કામકાજના સહારે રાજ્યની સત્તા પર પહેલી વખત બિરાજવા આતુર છે. ભાજપ ગતવર્ષે યોજાયેલી લોકસભા ચૂંટણીમાં પોતાની સફળતાને લઈ ઉત્સાહિત છે અને હવે બે તૃતિયાંસ બહુમત સાથે સરકાર બનાવવા માટે શાનદાર પ્રચાર કરી રહી છે.
કાૅંગ્રેસ-લેફ્ટે તૃણમૂલ કાૅંગ્રેસ અને ભાજપ સામે મુકાબલા માટે ગઠબંધન કર્યું છે. લોકોને તક આપવાની અપીલ કરી રહ્યા છે. ચૂંટણી પહેલા લોકોનો મિજાજ જાણવા એક ખાનગી ચેનલે સીએનએકસ નામની રિસર્ચ અને સર્વે એજંસીએ ઓપિનિયન પોલ કર્યો હતો. લોકોનો મૂડ જાણવા કે તેઓ કોને પશ્ચિમ બંગાળની સત્તા સોંપવા માંગે છે.
સર્વે મુજબ, મમતા બેનર્જીને એપ્રીલ મેમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં બેઠકોનું નુકસાન થઈ રહ્યું છે પરંતુ તેઓ ફરી એક વખત પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બની શકે છે. ટીએમસીને ૧૫૧ બેઠકો મળી શકે છે.જ્યારે ભાજપને ૧૧૭ બેઠકો મળી શકે છે. કાૅંગ્રેસ-લેફ્ટ ગઠબંધનને ૨૪ બેઠકોથી સંતોષ કરવો પડશે. અન્યના ખાતામાં બે બેઠકો આવી શકે છે. કોને કેટલી બેઠકો મળી શકે છે ટીએમસી-૧૫૧ ( ૫),ભાજપ- ૧૧૭ ( ૫ ),કોંગ્રેસ ડાબેરી-૨૪,અન્ય -૨ વોટ શેરની વાત કરીએ તો, ટીએમસીને સૌથી વધુ ૪૧ ટકા વોટ, જ્યારે ભાજપને ૩૭ ટકા, લેફ્ટને ૧૭ ટકા અને ઓવૈસીની પાર્ટીને ૧ ટકા અને અન્યોને ૪ ટકા વોટ શેર મળવાનો અંદાજ છે. આ ઓપિનિયન પોલમાં લોકોને આમને સામને રાખીને તૈયાર કરાયો છે. એટલુ જ નહીં ૨૯૪ બેઠકમાંથી ૧૧૨ સીટ પર થયેલા સર્વેમાં ૮ હજાર ૯૬૦ લોકો સાથે વાતચીત કરવામાં આવી છે.