મતદારો સવારથી ઉમટ્યા સોશિયલ ડિસ્ટન્સના ઉડાવ્યા ધજાગરા
(વિરલ રાણા દ્વારા) ભરૂચ,: ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં હાલ પાલિકા-પંચાયત માટે મતદાન ચાલી રહ્યું છે. તેની વચ્ચે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો એક વીડિયો ચર્ચાનું કેંદ્ર બન્યો છે. અંકલેશ્વરના વોર્ડ નંબર 8ના કૉંગ્રેસના ઉમેદવારના સમર્થકો કવર વહેંચવા આવ્યા હોવાનો એક કથિત વીડિયો વાયરલ થયો છે. જોકે ભરૂચના કેટલાય મતદાન મથકો ઉપર ઉમેદવારો વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા જેના કારણે પોલીસ બંદોબસ્ત પણ વધુ પ્રમાણમાં ખરીદી લેવાની ફરજ પડી હતી
ભરૂચ જિલ્લામાં મતદાન મથકો પર શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ભરૂચ જિલ્લા પંચાયતમાં અત્યારસુધીમાં ૫.૭૬ ટકા મતદાન થયું છે, સૌથી વધુ કહાનવામાં ૧૦.૦૯ ટકા મતદાન થયું છે. ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રાણા અને રાજ્ય સહકાર પ્રધાન ઈશ્વરસિંહ પટેલે મતદાન કર્યું છે.ભરૂચ જીલ્લામાં આજે યોજાનારી ચૂંટણી માટે કુલ ૧૩૬૩ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા છે. તમામ મતદાન મથકોએ પોલીંગ સ્ટાફની વ્યવસ્થા અને મતદાન મથકો સહિતના જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કડક સુરક્ષાના પ્રબંધો હાથ ધરાયા છે. ચૂંટણી પ્રક્રિયાને પાર પાડવા માટે ૧૯૪ ઝોનલ અધિકારીઓ નિયુક્ત કરાયા છે. જ્યારે ૭૮૯૪ કર્મચારીઓ ચૂંટણી ફરજમાં મૂકાયા છે.
ભરૂચ જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની ૩૪ અને ૯ તાલુકા પંચાયત તેમજ ચાર નગરપાલિકાની યોજાનારા મતદાનને તટસ્થ અને નિષ્પક્ષ રીતે સંપન્ન થાય તે માટે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ કરાઈ છે. કે.જે.પોલિટેક્નિક કોલેજ ખાતે ડિસ્પેચિંગ સેન્ટર ખાતે ચૂંટણી કામગીરીમાં સંકળાયેલા અધિકારી કર્મચારીઓને ઈ.વી.એમની ચકાસણી તથા વિતરણ કરાયા હતા. મતદાન મથકોએ મતદાન ટુકડીઓ પોલીસ બંદોબસ્ત સાથે રવાના કરાઈ હતી. જીલ્લામાં ચૂંટણી માટે કુલ ૧૩૬૩ મતદાન મથકો ઊભા કરવામાં આવ્યા હતા.
ભરૂચના વિવિધ મત વિસ્તારોમાં ઉભા કરાયેલા મતદાન મથકો ઉપર મોટી સંખ્યામાં લોકોના મેળાવડા જામ્યા હતા જોકે કેટલાય મતદાન મથકો ઉપર સરકારની કોરોના અંગેની ગાઈડલાઈન પાલન ન થતું હોવાના ફોટા વિડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા તો કેટલાક સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા ઉમેદવારોએ ભારે હોબાળો મચાવ્યો હતો જોકે ભરૂચનાં કેટલાએ મતદાન મથક ઉપર ઉમેદવારો અને સમર્થકો મત આપવા આવતા મતદારોને રીઝવવા માટે પોતાના પક્ષમાં ક્રમાંક નંબર બોલી પ્રચાર કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી હતી જોકે માસ્ક મોઢા ઉપર લગાવ્યું હોવાના કારણે માસ્કની નીચે ક્રમાંક નંબર બોલી મતદારોને મત આપવા માટે આજીજી કરી રહ્યા હતા.
ધારાસભ્યો સહિતના નેતાઓએ પણ સવારથી પોતાના મતદાન મથકો પર પહોંચી મતદાન કર્યું. ભરૂચ જિલ્લામાં જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન વહેલી સવારથી જ વિવિધ મતદાન મથકો ઉપર શરૂ કરવામાં આવ્યું હતું જેના પગલે ભરૂચ ના ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા સહીત કેટલાય રાજકીય નેતાઓએ પોતાના મત વિસ્તારમાં મતદાન મથક ઉપર પહોંચી મતદાન કર્યું હતું તો ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ વસાવા એ પણ પોતાના મત વિસ્તારમાં મતદાન કરી ગદ્દાર નેતાઓ સામે પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો પ્રકાશ દેસાઇ સામે તેઓ ટિપ્પણી કરી હતી
ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૮માં કલાક કલાકના અંતરે તું તું મેં મેં..
ભરૂચ નગરપાલિકાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સવારથી જ મતદાન પ્રક્રિયા વિવિધ મતદાન મથકો પર હાથ ધરવામાં આવી હતી પરંતુ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 8 અત્યંત સંવેદનશીલ મત વિસ્તાર માનવામાં આવે છે અને આ મતવિસ્તારમાં ભાજપ જીતે છે તો ક્યારેક કોંગ્રેસ તો ક્યારે અપક્ષ જેના કારણે આજે ચાલી રહેલી મતદાન પ્રક્રિયામાં ત્રિપાંખિયો જંગ વચ્ચે ઉમેદવારો વચ્ચે તું તું મેં મેં ના દ્રશ્યો સર્જાયા હતા તો મતદાન કરવા આવતા મતદારો પાસે ચુંટણીકાર્ડ ના બદલે આધારકાર્ડ હોવાના કારણે પણ વિવાદનો મધપુડો છંછેડાયો હતો તો અન્ય મતદાન મથક ઉપર સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના મતદાન મથક ઉપર અપક્ષ ઉમેદવારના સમર્થકો અને ભાજપના ઉમેદવારના સમર્થકો વચ્ચે તું મેં મેં બાદ અભદ્ર ગાળો ભાંડવાનો સિલસિલો શરૂ થતા જ મામલો બિચક્યો હતો અને સ્થળ ઉપર રહેલી પોલીસે તમામને મતદાન મથક થી દુર ખસેડવાની કામગીરી કરી હતી તો વોર્ડ નંબર ૮માં જ કોંગ્રેસના ઉમેદવારના ભત્રીજાએ મારી કાકી ને ગાળો ભાંડે છે તે બાબતે મતદાન મથક ઉપર જ ભારે બબાલ કરતા પોલીસે મામલો થાળે પાડવાની કવાયત કરી હતી.
ભરૂચ જિલ્લાના વિવિધ મતદાન મથકો ઉપર વરરાજાએ લગ્ન પહેલા જાનૈયાઓ સાથે કર્યું મતદાન.
રાજ્યમાં ભરૂચ સહિત નગરપાલિકામાં આજે મતદાન થઇ રહ્યું છે. ત્યારે લોકોમાં પણ ઉત્સાહ દેખાઇ રહ્યો છે. શહેરના ભરૂચ ખાતે રહેતા સૈયદ પરિવારના પુત્રનું આજે લગ્ન છે. પરિવારની જાન બરોડા જવાની છે તે પહેલા પરિવારે પોતાનો લોકશાહીનો પર્વ ઉજવીને મતદાન કર્યું છે.
વરરાજા સૈયદ મુસ્તાક જાનમાં જતા પેહલા મતદાન કરવા પહોંચ્યા હતા.ભરૂચમાં રહેતા સૈયદ પરિવારનાં યુવક મુસ્તાક સૈયદ અને તેમના પરિવારે લગ્ન પહેલા મતદાન કર્યું છે.
જંબુસર તાલુકાના કોરા ગામે કન્યા પોહચી મતદાન માટે કોરા પ્રાથમિક સ્કૂલ ખાતે મતદાન કરી પોતાની ફરજ અદા કરી હતી અફરોજા ઇકબાલ વજીફદાર કન્યા લગ્નના મંડપ પેહલા પોતાની ફરજ અદા કરવા પોહચી મતદાન મથક કાવા ગામના હર્ષદભાઈ કિરીટભાઈ પાઠક કાવાથી કણજરી મુકામે જાન પ્રસ્થાન કરતાં પહેલાં મતદાન કર્યું હતુ.