મતભેદ ભૂલી ફરીથી મિત્રો બની ગયા કરણ અને કાજાેલ
મુંબઇ, બોલિવૂડમાં કરણ જાેહર ગ્રાન્ડ પાર્ટીઓ આપવા માટે ઓળખાય છે. તાજેતરમાં જ તેણે પોતાના મિત્ર અપૂર્વ મહેતાના જન્મદિવસ નિમિત્તે એક પાર્ટીનું આયોજન કર્યુ હતું જેમાં બોલિવૂડના અનેક સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યુ હતું. આ પાર્ટી દરમિયાન ફેન્સ અને ફોટોગ્રાફર્સને કરણ જાેહર અને કાજાેલ વચ્ચેની સ્પેશિયલ ક્ષણો જાેવા મળી, જે જાેઈને ફેન્સ ઘણાં ખુશ પણ થઈ ગયા.
અભિનેત્રી કાજલ કાળા રંગની ડ્રેસમાં અત્યંત સુંદર લાગી રહી હતી જ્યારે કરણ જાેહરે પણ કાળો કોટ પહેર્યો હતો. ઉલ્લેખનીય છે કે બોલિવૂડમાં કાજલ અને કરણ જાેહરની મિત્રતાથી કોઈ અજાણ નથી. આ બન્ને લાંબા સમયથી ખાસ મિત્રો હતા પરંતુ થોડા વર્ષો પહેલા બોક્સ ઓફિસ પર કરણ જાેહર અને કાજલના પતિ અજય દેવગણની ફિલ્મની ટક્કર થયા પછી તેમની મિત્રતામાં ભંગાણ પડ્યુ હતું.
વર્ષ ૨૦૧૭માં કરણ જાેહરે પોતાના પુસ્તકમાં આ વિષયનો ઉલ્લેખ પણ કર્યો હતો. તેણે લખ્યુ હતું કે, હવે મારે કાજલ સાથે કોઈ સંબંધ નથી રહ્યા. અમે અલગ થઈ ગયા છીએ.
મારા અને કાજલ વચ્ચે ક્યારેય કોઈ સમસ્યા નહોતી. સમસ્યા મારી અને તેના પતિ વચ્ચે હતી. તે સમસ્યા વિશે માત્ર હું જાણુ છું, તે જાણે છે અને તેનો પતિ જાણે છે. પરંતુ મને લાગ્યું કે તેણે એ વાત માટે માફી માંગવી પડી જેમાં તેનો વાંક પણ નહોતો. મને લાગ્યું કે જાે તે પોતાના પતિને સપોર્ટ કરવા માટે ૨૫ વર્ષની મિત્રતાની અવગણના કરે છે તો તે તેની મરજીની વાત છે.
ઉલ્લેખનીય છે કે કરણ જાેહરની ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલ અને અજય દેવગણની ફિલ્મ શિવાય એકસાથે રીલિઝ થઈ હતી. થોડા મહિના પછી કરણ જાેહરે જ્યારે પોતાના જાેડિયા બાળકો યશ અને રુહી સાથેની તસવીરો શેર કરી હતી ત્યારે કાજલે તે તસવીર લાઈક કરી હતી. આટલુ જ નહીં, કરણ જાેહરે પણ ઈન્સ્ટાગ્રામ પર કાજલને ફૉલો કરી હતી. કાજલની બર્થડે પાર્ટીમાં કરણ જાેહર હાજર રહ્યો હતો.
આ પરથી લાગી રહ્યુ હતું કે બન્ને મિત્રો વચ્ચેના સંબંધો સુધરી રહ્યા છે. એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં કરણ જાેહરે કહ્યુ હતું કે, કાજલ મારા માટે ઘણી ખાસ હતી, આજે પણ છે અને હંમેશા રહેશે. અપૂર્વ મહેતાની બર્થડે પાર્ટીમાં કરણ જાેહર અને કાજલને મળતા જાેઈને કહી શકાય કે આ મિત્રોએ જૂની વાતોને ભુલાવી દીધી છે અને ફરીથી દોસ્તી કરી લીધી છે.SSS