મથુરામાં પણ મંદિર બનવું જ જોઈએ: હેમામાલિની
નવી દિલ્હી, ભારતીય જનતા પાર્ટીના સાંસદ હેમા માલિનીએ કાશીમાં વિશ્વનાથ કોરિડોરનો હવાલો આપીને અયોધ્યા અને કાશી બાદ હવે તેમના મતવિસ્તાર મથુરાને પણ ભવ્ય મંદિર મળે તેવી આશા વ્યક્ત કરી હતી.
હેમા માલિનીએ રવિવારે ઈંદોર ખાતે સંવાદદાતાઓને કહ્યું હતું કે, રામ જન્મભૂમિ અને કાશીના જીર્ણોદ્ધાર બાદ સ્વાભાવિકરૂપે મથુરા પણ ખૂબ મહત્વપૂર્ણ છે.
ઈંદોર ખાતે એક કાર્યક્રમમાં સામેલ થયેલા ભાજપના સાંસદ હેમા માલિનીએ તેઓ સોમવારે કાશી જઈ રહ્યા છે તેમ પણ જણાવ્યું હતું. આ સાથે જ તેમણે કહ્યું હતું કે, ‘પ્રેમ અને સ્નેહના પ્રતીક ભગવાન શ્રી કૃષ્ણની જન્મભૂમિ મથુરાના સાંસદ હોવાના નાતે હું કહીશ કે, એક ભવ્ય મંદિર હોવું જાેઈએ.’ એક મંદિર પહેલેથી જ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત કાશી વિશ્વનાથ કોરિડોરની જેમ તેને પણ નવું સ્વરૂપ આપી શકાય.
હેમા માલિનીએ કહ્યું હતું કે, કાશી વિશ્વનાથનો કાયાકલ્પ અને પુનર્વિકાસ ખૂબ કઠિન હતો. તે મોદીજીની દૂરદર્શિતાને દર્શાવે છે. અયોધ્યા અને કાશી બાદ તેમના મતવિસ્તાર મથુરાને પણ ભવ્ય મંદિર મળશે.SSS