મધદરિયે રેસ્ક્યૂ કરી કોસ્ટ ગાર્ડે યુવકને બચાવ્યો
વલસાડ, દમણના દરિયામાં ગુરુવારે બે યુવકો ડૂબ્યા હતા. બંને યુવકો દમણના દરિયા કિનારે આવેલા લાઇટ હાઉસ નજીકના કિનારે દરિયામાં નહાવા માટે પડ્યા હતા. આ દરમિયાન બંને યુવકો દરિયામાં ડૂબવા લાગતા કિનારા પર દોડધામ મચી ગઇ હતી.
જાેકે, યુવકોને ડૂબતા જાેઈ સ્થાનિક માછીમારોએ બચાવવાના પ્રયાસ કર્યા હતા. આખરે ભારે જહેમત બાદ એક યુવકને સ્થાનિક માછીમારોએ બચાવી લીધો હતો. જાેકે, બીજાે યુવક દરિયામાં દૂર હોવાથી તેને બચાવવા દમણ કોસ્ટગાર્ડને જાણ કરવામાં આવી હતી.
બનાવની જાણ થતાં જ દમણ કોસ્ટ ગાર્ડે હેલિકોપ્ટરની મદદથી દરિયામાં ડૂબી રહેલા યુવકને બચાવવા માટે રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.
આ રેસ્ક્યૂ ઓપરેશનના દિલધડક દ્રશ્યોનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. નહાવા પડેલા યુવકો ડૂબતા એકને સ્થાનિક માછીમારોએ બચાવ્યો હતો. જ્યારે અન્ય એક યુવકને બચાવવા દમણ કોસ્ટ ગાર્ડના હેલિકોપ્ટર દ્વારા દિલધડક રેસ્ક્યૂ ઓપરેશન કરી અને તેનો જીવ બચાવ્યો હતો.
બંને યુવકોનો જીવ બચી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. રાહત બચાવની કામગીરીમાં સ્થાનિક માછીમારો અને કોસ્ટ ગાર્ડની કામગીરીને લોકોએ વખાણી હતી.
બીજી તરફ દરમિયામા ડૂબી રહેલા યુવકોને બચાવવા કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર આવી પહોંચતા રેસ્કયૂની કામગીરીની જાેવા મોટી સંખ્યામાં સ્થાનિક લોકો અને પર્યટકો દરિયાકિનારે ટોળે વળ્યા હતા. બંને યુવકોને હેમખેમ બચાવી લેતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.
મળતી માહિતી મુજબ બંને યુવકો પર્યટકો હતા અને બહારથી દમણ ફરવા આવ્યા હતા. યુવક ડૂબ્યો હોવાની જાણ થતા કોસ્ટ ગાર્ડની ટીમ હેલિકોપ્ટર સાથે આવી પહોંચી હતી. કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર સાથે રેસ્ક્યૂ ઓપરેસન હાથ ધર્યું.SS1MS