મધરાતે કચ્છ-જામનગરમાં ભૂકંપના ત્રણ આંચકાથી લોકોમાં ફફડાટ

ભુજ, સતત સૌરાષ્ટ્ર કચ્છમાં ધરા ધુજવાના બનાવો બની રહ્યાં છે સતત સૌરાષ્ટ્ર અને કચ્છમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઇ રહ્યાં છે મોડી રાત્રે જામનગર અને કચ્છમાં અલગ અલગ સમયે ભૂકંપના આંચકા અનુભવાયા હતાં કચ્છના રાપર,ખાવડ અને લાલપુરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે કચ્છમાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો તો જામનગરના લાલપુરમાં ૨.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો છે કચ્છના ખાવડાથી ૧૮ કિમી દુર ભૂકંપનું કેન્દ્ર બિન્દુ નોંધાયુ હતું અન્ય આંચકાનું કેન્દ્ર બિન્દુ જામનગરના લાલપુરથી ૨૮ કિમી દુર નોંધાયુ છે કચ્છમાં ભૂકંપના આંચકાઓનો દોર ચાલુ રહ્યો છે.
રાપરમાં રાત્રે ૧૧.૪૯ કલાકે પહેલો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો તેના બાદ સતત અલગ અલગ સમયે કચ્છમં આંચકા આવ્યા હતાં મોડી રાતે ૧.૪૫ કલાકે,૧.૫ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો તો ૧.૪૬ કલાકે ૧ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો તો કચ્છના સરહદી વિસ્તાર ખાવડામાં સવારે ૩.૨૨ કલાકે ૩-૪ની તીવ્રતાનો આંચકો આવતા ઘરા ધ્રુજી હતી સતત આંચકાથી કચ્છવાસીઓમાં ફફડાટ ફેલાયો હતો આખી રાત લોકો જાગતા રહ્યાં હતાં રાતના આંચકા બાદ માંડ ઘરમાં ગયા તો વહેલી સવારે ફરી ધરા ધ્રુજી હતી લોકો મીઠી ઉધમાંથી જાગી ગયા ગતાં. તો બીજી તરફ જામનગર ગ્રામ્ય પંથકમં મોડી રાત્રે ભૂકંપના આંચકાઓ આવ્યા હતાં. ૧.૮,૧.૬ અને ૨.૧ની તીવ્રતાના ત્રણ આંચકા નોંધાયા હતાં.HS