મધુબાલાનાં બહેનને વહુએ ઘરમાંથી કાઢી મૂક્યા
મુંબઇ, મધુબાલાની સૌથી મોટી બહેન ૯૬ વર્ષીય કનિઝ બલસારાની શોકિંગ કહાની સામે આવી છે. ન્યૂઝીલેન્ડમાં રહેતાં કનિઝને તેમના પુત્રવધૂએ ઘરની બહાર કાઢી મૂક્યા હતા અને તેમને સીધા મુંબઈની ફ્લાઈટમાં બેસાડી દીધા હતા. આ માટે તેઓએ કોઈપણ પૈસા પણ આપ્યા ન હતા.
જાે કે, મુંબઈમાં રહેતી ભત્રીજીને તેના પિતરાઈએ માતા મુંબઈમાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. જે બાદ તેમની ભત્રીજી કનિઝને લેવા માટે એરપોર્ટ ગયા હતા. તમને જણાવી દઈએ કે કનિઝ પોતાના પતિ સાથે ૧૭ કે ૧૮ વર્ષ પહેલાં ન્યૂઝીલેન્ડ ગયા હતા. કનિઝની ભત્રીજી પરવેઝે વાતચીતમાં સમગ્ર દર્દભરી કહાની જણાવી હતી.
પરવેઝે જણાવ્યું કે, કનિઝ પોતાના પુત્ર ફારૂક વગર રહી શકતી ન હતી અને તેના પ્રત્યેના પ્રેમને કારણે જ તેઓ ન્યૂઝલેન્ડ ગયા હતા. મારો ભાઈ પણ પોતાની માતાને ખુબ જ પ્રેમ કરતો હતો. તે જ્યારે ન્યૂઝીલેન્ડ ગયો હતો મમ્મી-પપ્પાને પણ સાથે લઈ ગયો હતો.
ફારુક ન્યૂઝીલેન્ડમાં કરેક્શન ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે અને ત્યાંના સન્માનિત વ્યક્તિઓમાં તેની ગણતરી થાય છે. પણ અમારી ભાભીને ફારૂકના માતા-પિતા પસંદ ન હતા.
પરવેઝના જણાવ્યા મુજબ આ કહાનીએ ન્યૂઝીલેન્ડમાં વધારે ભયાનક સ્વરૂપ લઈ લીધુ હતું, જ્યારે વહુ સમીનાએ પોતાની રીતભાતમાં સુધારો કરવાનો ઈન્કાર કરી દીધો. પરવેઝે કહ્યું કે, ભાભી અમારા ઘરમાં ક્યારે માતા-પિતા માટે ખાવાનું બનાવતા ન હતા.
મારો ભાઈ ફારુક માતા અને પિતા માટે રેસ્ટોરન્ટથી ખાવાનું લાવતો હતો. સમીનાની દીકરીના લગ્ન ઓસ્ટ્રેલિયામાં થયા હતા અને ત્યાં પણ કનિઝની સાથે સમીનાએ ખરાબ વ્યવહાર કર્યો હતો. જ્યારે મમ્મીએ ઘર છોડ્યું અને તેમને પ્લેનમાં બેસાડવામાં આવ્યા ત્યારે તે પોતાના ભાઈની સાથે ત્યાં જ હતી.
પરવેઝે કહ્યું કે, હું ન્યૂઝીલેન્ડ આવતી-જતી રહું છું, અનેક વખત વર્ષમાં બે વખત પણ ત્યાં જઉં છું. મા પણ અહીં બે વખત આવ્યા કરતી હતી, પણ છેલ્લા પાંચ વર્ષથી તે આવી ન હતી. કેમ કે મારા ભાઈનું કહેવું હતું કે આ ઉંમરમાં તેમનું આવવું સુરક્ષિત નથી, કેમ કે ઊંચાઈ પર ઓક્સિજન લેવલમાં અનેક વખત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે.SSS