મધુરિમા રોયને બાર ડાન્સરનો રોલ મળ્યો
મુંબઈ, અભિનેત્રી મધુરિમા રોય લિટલ થિંગ્સ-૩, ઈનસાઈડ એજ-૨, ફોર મોર શોટ્સ પ્લીઝ અને કોડ એણ સહિતની વેબ સિરીઝમાં કામ કરી ચુકી છે. હવે તે આગામી વેબ સિરીઝ મુંભાઈમાં ખાસ રોલમાં જાેવા મળવાની છે. બાર ડાન્સરનો રોલ તેને આ સિરીઝમાં મળ્યો છે. મધુરિમા કહે છે મને અત્યાર સુધીમાં અલગ-અલગ પાત્રો ભજવવાની તક મળી છે. ફરી એક વાર એવી તક મળી છે જે ખૂબ મહત્ત્વની છે. બાર ડાન્સરનું રોલ કહાનીના સંદર્ભમાં ખૂબ જ મહત્ત્વનું છે. મારી અત્યાર સુધીની ભજવેલા તમામ રોલથી આ રોલ ખૂબ જ અલગ અને પડકારજનક છે. મધુરિમાએ આ સિરીઝ વિશે વધુમાં કહ્યું હતું કે મુંભાઈ એક ક્રાઈમ સ્ટોરી છે. મુંબઈના અન્ડવર્લ્ડની વાતો ઉંડાણપૂર્વક દેખાડવામાં આવશે. એક પોલીસ અધિકારી અને અન્ડવર્લ્ડ ડોન વચ્ચેની વફાદારીની વાત પણ જાેવા મળશે. અત્યાર સુધીના દ્રશ્યોનું રોમાંચક રીતે શૂટીંગ થયું છે. દર્શકો આ સિરીઝને ખૂબ પસંદ કરશે તેવી આશા છે.