Western Times News

Gujarati News

મધ્યપ્રદેશથી એમ્બ્યુલન્સમાં દાહોદ લવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત

(તસ્વીરઃ મઝહરઅલી મકરાણી, દેવગઢબારીઆ) પરપ્રાંતમાંથી દાહોદ જિલ્લામાં દારૂ લાવવા માટે ખેપીયાઓ નિત નવી તરકીબો અજમાવી રહ્યા છે તેમ છતાં પોલીસ તેમને કોઈપણ રીતે ફાવવા દેતી નથી

ત્યારે કોઈને પણ શક ન જાય તે રીતે મધ્યપ્રદેશથી એક એમ્બ્યુલન્સ ગાડીમાં ધાનપુર બાજુ લવાતો વિદેશી દારૂ બિયરનો વિપુલ જથ્થો ધાનપુર પોલીસે બાટણપુરા ગામે થી વોચ દરમિયાન પકડી પાડી ૩ મોબાઇલ ફોન તથા એમ્બુલન્સ ગાડી મળી રૂ.૪,૪૬,૦૪૦/- ના મુદ્દામાલ સાથે મધ્યપ્રદેશ ના ત્રણખેપીયાઓને ઝબ્બે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પી.એસ.આઇ, બી.એમ પટેલ તથા સેકન્ડ પીએસઆઇ સોલંકી તેમજ પોતાના સ્ટાફના પોલીસકર્મીઓ સરકારી ગાડી લઈ પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં પ્રોહિ વોચ પેટ્રોલિંગમાં હતા.

તે દરમિયાન તેઓને મધ્યપ્રદેશ બાજુથી મહિન્દ્રા કંપનીની એમ્બ્યુલન્સમાં કેટલાક ખેપિયાઓ વિદેશી દારૂ બિયરનો વિપુલ જથ્થો ભરી ધાનપુર બાજુ આવતા હોવાની બાતમી મળી હતી.

જે બાતમીના આધારે ધાનપુર પોલીસે બાટણપુરા ગામના રોડ પર વ્યૂહાત્મક વોચ ગોઠવી હતી તે દરમિયાન બાતમીમાં દર્શાવેલ મહિન્દ્રા કંપની એમ્બુલન્સ ગાડી દૂરથી આવતી નજરે પડતા વોચ માં ઉભેલ પોલીસ સાબદી બની હતી અને એમ્બ્યુલન્સ નજીક આવતા જ પોલીસે તેને ચારેય બાજુથી ઘેરી લીધી હતી અને ગાડીની અંદર નજર નાખતાં જ વિદેશી દારૂની પેટીઓ નજરે પડતા પોલીસ ચોંકી ઉઠી હતી

પોલીસે એમ્બ્યુલન્સ માંથી રૂપિયા ૮૧,૬૦૦/- ની કિંમતના ૮૧૬ નંગ બિયર ટીન ભરેલ પેટી નંગ ૩૪ રૂપિયા ૨૪, ૪૮૦ /-ની કિંમતના લન્ડન પ્રરાઇડ વિસ્કી ના કાચના ક્વાર્ટર નંગ ૧૪૪ ભરેલ પેટી નંગ ત્રણ તથા રૂપિયા ૨૪,૯૬૦/- ની કિંમત ના ગોવા વિસકી ના પ્લાસ્ટિકના ક્વાર્ટર નંગ ૧૯૨ ભરેલ પેટી નંગ ચાર મળી કુલ રૂપિયા ૧,૩૧,૦૪૦/- ની કુલ કિંમતની બોટલ નંગ ૧૧૫૨ ભરેલ પેટીઓ નંગ ૪૧

તથા રૂપિયા ૧૫ હજારની કિંમતના ત્રણ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન પકડી પાડી સદર દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ત્રણ લાખની કિંમતની મહિન્દ્રા કંપની ની એમ્બુલન્સ ગાડી મળી કુલ રૂપિયા ૪,૪૬,૦૪૦/- નો મુદ્દામાલ કબજે લઇ એમ્બ્યુલન્સમાંથી

મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વરઝર ગામના સુનિલ પાનસિંહ સંગાડીયા અર્જુનભાઈ કરણસિંહ માવી તેમજ અલીરાજપુર જિલ્લાના બોર કુંઢીયા ગામના સુરેશ સેવલાભાઈ બારીયાની અટક કરી પકડાયેલા ઉપરોક્ત ત્રણેય જણા તેમજ ગાડીમાં પ્રોહીનો મુદ્દામાલ ભરી આપનાર મધ્યપ્રદેશના વરઝર ગામના શૈલેષ કરણસિંહ માવી તથા માલ મંગાવનાર મળી કુલ પાંચ જણા વિરુદ્ધ પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.