Western Times News

Gujarati News

મધ્યપ્રદેશના અલીરાજપુરમાં રેલિંગ તોડીને બસ નદીમાં ખાબકી

છોટા ઉદેપુર, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લામાં એક મોટી બસ દુર્ઘટના થઈ છે. ગુજરાત તરફથી આવતી બસ પુલની રેલિંગ તોડી નદીમાં ખાબકી હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

જ્યારે ૨૮થી વધુ મુસાફરો ઘાયલ થયા છે. બનાવની જાણ થતાં પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. Alirajpur, MP – three killed, twenty five passengers injured as bus falls in river

જેસીબી મશીનો નદીની અંદર ઉતારવામાં આવ્યા હતા અને બસને નદીમાંથી બહાર કાઢવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બસ ગુજરાતના છોટા ઉદેપુરથી અલીરાજપુર જઈ રહી હતી.

તે પહેલા તે અકસ્માતનો શિકાર બની હતી. બસ ચાંદપુરમાં આવેલી લાખોદરા નદીમાં પડી ગઈ હતી. બનાવની જાણ થતાં જ કલેક્ટર અને એસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.