મધ્યપ્રદેશના સતનામાં કાર અને ડંપરની ટકકર થતાં સાતના મોત
સતના, મધ્યપ્રદેશના સતના જીલ્લામાં એક મોટી માર્ગ દુર્ઘટના સર્જાઇ છે. જીલ્લાના નાગૌદ પોલીસ સ્ટેશનથી આવેલ મામલામાં બોલેરો અને ડંપર ટ્રકની ટ્કકર થઇ હતી જેમાં સાત લોકોના મોત નિપજયા હતાં જયારે પાંચ લોકોને ગંભીર ઇજા પહોંચી છે ઇજા પામેલાઓને એક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મૃતકોમાં ત્રણ મહિલા અને ત્રણ પુરૂષ તથા એક બાળક સામેલ છે.
રિવાનો કહેવાસી વિશ્વકર્મા પરિવાર પ્નન્નામાં શોક કાર્યક્રમમાં સામેલ થવા માટે ગયો હતો ત્યારે સમગ્ર પરિવાર બોલેરોમાં પાછો ઘરે પાછો ફરી રહ્યો હતો આ દરમિયાન નાગૌદ પોલીસ સ્ટેશનના રેરૂઆ મોડમાં અચાનક ડંપર સામે આવી ગયું ગાડીનું નિયંક્ષણ બગડયુ અને દુર્ઘટના થઇ હતી મૃતકો બધા જ એક જ પરિવારના હતાં.
મઘ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સતનાના નાગૌદમાં માર્ગ દુર્ઘટનામાં થયેલ મોત પર દુખ વ્યકત કર્યું અને ઇજા પામેલાઓ તાકિદે સાજા થાય તેવી કામના કરી તેમણે ટ્વીટ કરી રહ્યું કે સતનાના નાગૌદમાં થયેલ માર્ગ દુર્ધટનામાં અનેક અમૂલ્ય જીંદગીઓની અસમય કાળ મૃત્યુના સમાચારથી ખુબ પીડા થઇ છે.ભગવાનથી દિવંગત આત્માઓને પોતાના શ્રી ચરણોમાં સ્થાન આપવા અને પરિવારજનોને દુખની આ ઘડીમાં સહન કરવાની શક્તિ આપે અને ઇજા પામેલાઓ તાકિદે સાજા થઇ જાય તેવી કામના વ્યકત કરૂ છું.HS