મધ્યપ્રદેશનો જંગ હવે બંગાળમાં ખેલાશેઃ શિવરાજ અને કમલનાથ પ્રચાર કરશે
ભોપાલ: વિધાનસભા ચુંટણીને લઇ બંગાળમાં જારી રાજનીતિક ગતિવિધિઓ પર દેશભરની નજર છે હવે બંગાળમાં મધ્યપ્રદેશનો પણ પ્રવેશ થવા જઇ રહ્યો છે બંગાળ ચુંટણીને લઇ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સહિત અનેક મુખ્ય નેતા ભાજપ તરફથી મોરચો સંભાળી લીધો છે હવે કોંગ્રેસે કમલનાથને પણ ત્યાં માટે સ્ટાર પ્રચારક નિયુક્ત કર્યા છે.આવામાં બંન્ને પક્ષોના નેતા મધ્યપ્રદેશની રાજનીતિક ગતિવિધિઓ પર આરોપ પ્રત્યારોપ લગાવશે બંગાળની ચુંટણીમાં પ્રદેશની ગુંજ માટે ભાજપ કોંગ્રેસે તૈયારી કરી લીધી છે.
ભાજપ કમલનાથના બહાને કોંગ્રેસની ધેરાબંધી કરશે ભાજપ તરફથી કૈલાશ વિજયવર્ગીય લાંબા સમયથી ત્યાં સક્રિય છે કેટલાક દિવસો પહેલા મુખ્યમંત્રી ચૌહાણ,ગૃહમંત્ર નરોત્તમ મિશ્રા સહિત અન્યે કમાન સંભાળી મુખ્યમંત્રી પોતાની સભાઓમાં મધ્યપ્રદેશમાં ભાજપ સરકારની જનકલ્યાણકારી નીતિઓને બંગાળની જનતાની સામે રાખી રહ્યાં છે.અત્યાર સુધી સરકારની નીતઓ પર જ ત્યાં વાત થઇ પરંતુ મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ કમલનાથને બંગાળની જવાબદારી મળતા જ એ નક્કી થઇ ગયું છે કે કોંગ્રેસ પોતની સત્તા ગુમાવવા માટે ભાજપના કાવતરાને મુખ્ય મુદ્દો ઉઠાવશે ભાજપ સરકારના લાંબા કાર્યકાળ દરમિયાન લાગી રહેલ આરોપોને તે હવા આપશે કમલનાથના આરોપો પર પ્રદેશના ભાજપ નેતા જવાબ આપશે તેનાથી મધ્યપ્રદેશની ચર્ચા બંગાળમાં થતી રહેશે
સુત્રોનું કહેવુ છે કે કોંગ્રેસના ધારાસભ્યોની ખરીદ વેચાણના મુદ્દો પાર્ટી ઉઠાવી શકે છે તે બતાવશે કે જનાદેશનું અપમાન કરનારા મધ્યપ્રદેશના નેતા જ આ દિવસો બંગાળમાં સક્રિય છે. પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી કે કે મિશ્રાએ કહ્યું કે પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના દેશભરમાં સમર્થક છે તે મધ્યપ્રદેશના તે નેતાઓની સચ્ચાઇ બંગાળની જનતાને બતાવશે જે ત્યાં મોટા મોટા વચન આપી રહ્યાં છે ભાજપ સરકારના કાર્યકાળમાં થયેલ કૌભાંડને સામને રાખશે જનાદેશનું અપમાન કરનારાઓની હકીકત પણ સામે રાખશે