મધ્યપ્રદેશમાં એક અક્ષરનો ‘હેરફેર’થી ૧૧૦૦૦ લોકોની જાતિ બદલાઈ ગઈ
,
મધ્યપ્રદેશના ધાર જીલ્લામાં મોગીયા સમાજના લોકો રહે છે. મોગીયા અનુસૂચિત જનજાતિ છે. તેમને અનામતનો લાભ પણ મળતો હતો. હવે જીલ્લાના એસડીએમ દ્વારા ‘નવેસરથી જાતિ પ્રમાણ પત્રો બનાવાયા છે. આ પ્રમાણ પત્રોમાં ‘મોગીયા’ના સ્થાને ‘મોઘીયા’ લખી દેવાયુ છે. મોઘિયા અનુસુચિત જાતિ છે. આમ, એક અક્ષરની હેરફેરથી અનુસુચિત જનજાતિ હવે અનુસુચિત જાતિ બની ગઈ છે. લોકોએ એસડીએમ વિરૂધ્ધ માનવાધિકાર પંચમાં ફરીયાદ કરી છે. કેમ કે તેઓ હવે પ્રમાણ પત્રમાં જાતિ બદલાઈ જવાથી સરકારી યોજનાઓનો લાભ લઈ શકતા નથી.
મોગીયા સમાજ અંતર્ગત રર,૦૦૦ લોકોની વસ્તી છે. આ અગાઉ તાલુકામાં અનુસુચિત જનજાતિ આદિવાસી વર્ગ્ના જાતિ પ્રમાણ પત્રો જારી કરાયા હતા. લોકો વિવિધ વિભાગોમાં આ પ્રમાણ પત્રથી શાસકીય કાર્યાલયમાં પોતાના કામ માટે જતા હોય છે. બદનાવર તાલુકામાં ર૯ ગામના ૧૧૦૦૦ લોકો માગીયા સમાજના છે જેમને પ્રમાણ પત્ર ન મળવાથી લાભ મળી શકતો નથી.