મધ્યપ્રદેશમાં ઓકસીજન સંકટઃ મહારાષ્ટ્રે પુરવઠો રોકી દીધો

ભોપાલ, દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધતા જઇ રહ્યાં છે આવામાં મધ્યપ્રદેશમાં મેડિકલ ઓકસીજનની કમી થઇ ગઇ છે. તેના કારણે મેડિકલ ઓકસીજન માટે રાજયના છત્તીસગઢ ગુજરાત અને મહારાષ્ટ્ર પર નિર્ભર રહેવું જયારે મહારાષ્ટ્રે તેનો પુરવઠો રોકી દીધો છે જેથી અચાનક કમી વધી ગઇ છે. આ દરમિયાન મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે મામલાની સમીક્ષા કરી અને કહ્યું કે આ વિષય મને વિચલિત કરી રહ્યો હતો આ મામલા પર તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વવ ઠાકરેથી પણ વાત કરી છે.
![]() |
![]() |
શિવરાજે કહ્યું કે આજે મેં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્વાવ ઠાકરેથી વાત કરી અને તેમને વિનંતી કરી કે આવા સંકટના સમયે ઓકસીજનના પુરવઠાને રોકી દેવો જાેઇએ નહીં ઠાકરે યથાયોગ્ય પ્રયાસ કરશે કે ઓકસીજનનો પુરવઠો ન અટકે તેમણે કહ્યું કે અમે વૈકલ્પિક વ્યવસથા પણ કરી છે શરૂઆતમાં રાજયમાં ઓકસીજનની ઉપલબ્ધી ફકત ૫૦ ટન હતી જે વધી ૧૨૦ ટકા સુધી કરી દેવામાં આવી છે આપણે ૩૦ સપ્ટેમ્બર સુધી ૧૫૦ ટન સુધી ઓકસીજની વ્યવસ્થા કરી લેશે.
મુખ્યમંત્રીએ કહ્યું કે પ્રદેસને મહારાષ્ટ્રથી ૨૦ ટન ઓકસીજનનો પુરવઠો મળે છે તેમણે કહ્યું કે આઇનોકસની જે કંપની પહેલા નાગપુરથી ૨૦ ટન ઓકસીજનનો પુરવઠો કરતી હતી તે કંપની હવે ગુજરાત અને ઉતરપ્રદેશથી રાજયમાં ૨૦ ટન ઓકસીજનનો પુરવઠો કરશે ચૌહાણે કહ્યું કે રાજયમાં ઓકસીજનના જે નાના નાના પ્લાન્ટ છે અમે તેમને વિનંતી કરી છે કે તે પોતાની પુરી ક્ષમતાથી પ્લાન્ટ ચલાવે હું જનતાને આશ્વસ્ત કરૂ છું કે રાજયમાં ઓકસીજનની કમી થશે નહી. મહારાષ્ટ્ર સરકારે સાત સપ્ટેમ્બરે આદેશ જારી કકરી રાજયમાં ઓકસીજન ઉત્પાદન એકમને નિર્દેશ આપ્યો હતો કે તેના ઉત્પાદનના ૮૦ ટકા ફકત ચિકિત્સા સારવાર માટે ઉપયોગ કરવામાં આવશે અને તેના ક્ષેત્રની હોસ્પિટલમાં પુરવઠો કરવામાં આવશે.HS