મધ્યપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકરો પર પોલીસનો લાઠીચાર્જ
ભોપાલ, મધ્યપ્રદેશના પાટનગર ભોપલમાં કિસાનોના સમર્થનમાં અને ત્રણ નવા કૃષિ કાનુનોના વિરોધમાં માર્ગ પર ઉતરેલ કોંગ્રેસ નેતાઓ અને કાર્યકરો પર પોલીસે લાકડીઓ અને ઠંડા પાણીની ફુવારાનો મારો કર્યો હતો કિસાનોના સમર્થનમાં આ તમામ રાજભવન તરફ માર્ચ કરી રહ્યાં હતાં કોંગ્રેસીઓએ રાજભવનનો ઘેરાવ કરવાનો કાર્યક્રમ રાખ્યો હતો પરંતુ માર્ચની વચ્ચે પોલીસે પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજસિંહ સહિત ૨૦ નેતાઓને હિરાસતમાં લીધા હતાં પોલીસે કોંગ્રેસ ધારાસભ્ય જયવર્ધન અને કૃણાલ ચૌધરીને પણ હિરાસતમાં લીધા હતાં.
કોંગ્રેસે કમલનાથના નેતૃત્વમાં કોંગ્રેસ કાર્યકરોએ આજે રાજભવન માર્ચ અને ઘેરાવનું આયોજન કર્યું હતું સવારે ૧૧ વાગે તમામ નેતા કાર્યકર્તા શહેરની બહાર જવાહર ચોક પર એકત્રિત થયા ત્યારબાદ તેઓ રાજભવન તરફ તેમના કાફલા સાથે વધી રહ્યો હતો ત્યારે પોલીસે વચ્ચે તેમને રોકવાનો પ્રયાસ કર્યો આ દરમિયાન પોલીસે પહેલા તેમના પર ટીયરગેસના સેલ છોડયા હતાં ત્યારબાદ લાઠીચાર્જ કર્યો અને ઠંડા પાણીના ફુવારા છોડયા હતાં પોલીસના લાઠીચાર્જમાં અનેક કાર્યકરોને ઇજા થઇ છે. આ ધટનાની કોંગ્રેસના નેતાઓએ ટીકા કરતા કહ્યું કે રાજયમાં શિવરાજસિંહ સરકારની ઉલ્ટી ગણતરી શરૂ થઇ ગઇ છે. એમપી કોંગ્રેસે પોતાના ટ્વીટ હૈંડલ પર સખ્યું કે કોંગ્રેસ કાર્યકરો પર લાઠીચાર્જ શિવરાજની તાનાશાહી બ્રિટીશ રાજની યાદ અપાવે છે ભોપાલમાં શાંતિપૂર્ણ પ્રદર્શન પર શિવરાજનો લાઠીચાર્જ અંગ્રેજાે દ્વારા કરવામાં આવેલ દમની યાદ અપાવે છે.HS