મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર સંકટમાંઃ ભાજપ 15-20 ધારાસભ્યના સંપર્કમાં

ભોપાલ: મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર પર સંકટના વાદળો ધેરાયેલા છે. ડેમેજ કન્ટ્રોલમાં સામેલ રહેલી કોંગ્રેસ પાર્ટીનું કહેવુ છે કે તેમની સરકાર ઉપર કોઈ ખતરો તોળાઈ રહ્યો નથી. ભારતીય જનતા પાર્ટીના નેતા નરોત્તમ મિશ્રાએ દાવો કર્યો છે કે, મધ્યપ્રદેશ કોંગ્રેસના ૧૫-૨૦ ધારાસભ્ય તેમના સંપર્કમાં છે. કોંગ્રેસે કહ્યું છે કે, રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગને કોઈ કિંમતે ચલાવી લેવામાં આવશે નહીં. કોંગ્રેસે કહ્યું છે કે, મધ્યપ્રદેશની ત્રણ રાજ્યસભા સીટો માટે આ મહિનમાં ચૂંટણી યોજનાર છે.
મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર ઉપર સંકટના વાદળો ઘેરાયેલા છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દવો કરી રહ્યા છે કે કોંગ્રેસના મોટી સંખ્યામાં ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. મધ્યપ્રદેશની રાજનીતિમાં મોડી રાત્રે એ વખતે ભારે હોબાળો મચી ગયો હતો જ્યારે દસ ધારાસભ્યો પાર્ટી બદલવા માટે તૈયાર હોવાનો અહેવાલ આવી રહ્યા હતા.
કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંહે આક્ષેપ કરતા કહ્યું છે કે, ભાજપે કોંગ્રેસ અને કેટલાક અપક્ષ ધારાસભ્યોને દિલ્હી લઈ જવા માટે વિમાન બુક કરાવ્યું છે. અલબત તેઓએ એવો દાવો પણ કર્યો હતો કે, તેમના છ ધારાસભ્યો પરત આવી ચુક્યા છે. મધ્યપ્રદેશ સરકારને કોઈ પણ ખતરો રહેલો નથી. મધ્યપ્રદેશની રાજનિતિમાં જારદાર રાજક્રિય ગરમી આવી ગઈ છે.
હવે ભાજપના નેતા નરોત્તમ મિશ્રાના દાવાથી ફરિવાર ખળભળાટ મચ ગયો છે. મિશ્રાએ કહ્યું છે કે, ધારાસભ્યો તેમના સંપર્કમાં રહે છે. કોંગ્રેસન ધારાસભ્યો પોતાના કામ કરી શકતા નથી. કારણ કે તેઓ પ્રજા પ્રત્યે જવાબદાર દેખાઈ રહ્યા નથી. જેના લીધે લોકોમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું છે. ૧૫-૨૦ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે. જે ૧૦ ધારાસભ્યોની ચર્ચા જાવા મળી રહી છે.