મધ્યપ્રદેશમાં ટ્રક અને કંટેનર વચ્ચે અકસ્માત , ૬નાં મોત
ભોપાલ,રાજ્યના શિવપુરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના સામે આવતા આસપાસના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. શિવપુરી નજીક કોલારસના પુરણખેડી ટોલપ્લાઝાની પાસે ટ્રક અને કંટેનર વચ્ચે ગંભીર અકસ્માત થયો હતો. ટ્રક અને કંટેનર વચ્ચે ઓટોરીક્ષા આવી જતાં રીક્ષામાં સવાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
આ દુર્ઘટનામાં ૬ લોકોના ઘટનાસ્થળે મૃત્યુ નીપજ્યા છે. આ અકસ્માતમાં ઓટોરીક્ષાનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો. આ ઘટનામાં ટોલ પર ઉપસ્થિત કર્મચારીઓ અને આસપાસના લોકોના પગ તળેથી જમીન ધસી પડી હતી.
બંને વાહનોના અથડાવવાનો અવાજ સાંભળીને અને આ દુર્ઘટનાને જોઇને લોકોમાં હાલ ભયનો માહોલ જોવા મળ્યો છે. લોકોએ રીક્ષામાં ફસાયેલા લોકોને નીકાળવાના પ્રયત્ન કર્યા હતા. આ ઘટનામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ આ રીક્ષામાં લગભગ ૧૨ લોકો સવાર હતા. આ અકસ્માતમાં ટ્રક અને કંટેનર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.