મધ્યપ્રદેશમાં માસ્ક નહીં પહેનાર ઓપન જેલમાં જશે
ભોપાલ, મધ્યપ્રદેશમાં વધતી રહેલા કોરોનાના કેસને લઇને સરકાર કડક વલણ અપનાવી રહી છે રાજયમાં હવે માસ્ક ન પહેરતા લોકોને ઓપન જેલમાં મોકલવામાં આવશે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે માસ્ક ન પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો આદેશ કર્યો છે. આ જેલમાં માસ્ક ન પહેરતા લોકોને થોડો સમય રાખવામાં આવશે આ ઉપરાંત જે જીલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધારે છે ત્યાં કટોકટી વ્યવસ્થા સમિતિ તરફથી કરવામાં આવેલી ભલામણોને આધારે લગ્ન જેવા આયોજનોમાં આમંત્રિતોની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે.
શિવરાજે કોરોના અંગે સમીક્ષા બેઠકમાં જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ ઓછું છે ત્યારે લગ્ન જેવા આયોજનો પર બિન જરૂરી પ્રતિબંધો ન લગાવવાનો આદેશ આપ્યો છે જયારે માસ્ક ન પહેરવાથી લઇને અન્ય બેદરકારી દાખવતા લોકોને થોડો સમય સુધી ઓપન જેેલમાં રાખવાનો આદેશ કર્યો છે.જે લોકો હોમ આઇસોલેશમાં છે તેમના ઘર બહાર આ પ્રકારની સુચના લગાવવાનો પણ આદેશ કરવામાં આવ્યો છે.
શિવરાજે કહ્યું હતું કે કોરોના યોધ્ધા ડો.શુભમ ઉપાધ્યાય કોરોના દર્દીઓની સેવા કરતા કરતા શહીદ થયા છે તેમને બચાવવાના ખુબ પ્રયાસો કરવામાં આવ્યા હતાં ફેફસા ટ્રાન્સપ્લાન્ટ માટે તેમને ચેન્નાઇ મોકલવામાં આવ્યા હતાં પરંતુ તેના પૂર્વે જ તેમનું નિધન થયું તેમના પરિવારને ૫૦ લાખ રૂપિયાની સહાય રકમ આપવામાં આવશે એ યાદ રહે કે મધ્યપ્રદેશમાં કોરોનાથી સાજા થવાનું પ્રમાણ ૯૧.૧ ટકા છેે જયારે પોઝિટીવિટી રેટ ૫.૫ ટકા છે. અહીં મૃત્યુ દર ૧.૬ ટકા છે.HS