મધ્યપ્રદેશમાં મોંઘવારી ભથ્થાંમાં ૧૧ ટકાનો વધારો

ભોપાલ, મધ્યપ્રદેશ સરકારએ સરકારી કર્મચારીઓને એક મોટી ભેટ આપી છે. તેમના મોંઘવારી ભથ્થાંમાં ૧૧ ટકાનો વધારો કરવા માટેનો ર્નિણય લીધો છે. આ જાહેરાત સાથે જ હવે મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓના હાથમાં આવનાર પગારમાં વધારો થયો છે. હોળી પછી તરત જ આની ઘોષણા કરવામાં આવી હતી. આ ઘોષણા એ સરકારી કર્મચારી માટે ખુશખબરીથી ઓછી નથી.
મધ્યપ્રદેશ સરકારે તેના નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ૧૧ ટકાનો વધારો કરવાનો ર્નિણય લીધો છે. મતલબ કે સરકારી કર્મચારીઓને નવા ભથ્થાની સાથે માર્ચ મહિનાનો પગાર પણ મળશે. એપ્રિલનો પગાર ૩૧ ટકા ડીએ સાથે આવશે.
પહેલા મધ્યપ્રદેશના સરકારી કર્મચારીઓને ૨૦ ટકા મોંઘવારી ભથ્થું મળતું હતું. હવે તે વધીને ૩૧ ટકા કરી દેવામાં આવી છે. શિવરાજ સરકારએ સરકારી અધિકારીઓ-કર્મચારીઓને કેન્દ્ર સરકારની જેમ ૩૧ ટકા મોંઘવારી ભથ્થું આપવાનું વચન આપ્યું હતું જે હવે પુર થઈ રહ્યું છે.
મધ્યપ્રદેશના નાણા વિભાગના નાયબ સચિવ પીકે શ્રીવાસ્તવે આ અંગે તમામ વિભાગોને આદેશ જારી કર્યા છે. શિવરાજ સરકારના આ ર્નિણયથી તિજાેરી પર ૩૫૦૦ કરોડનો બોજ વધશે.જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે કોરોના મહામારીને કારણે લગભગ દોઢ વર્ષથી મોંઘવારી ભથ્થું વધાર્યું ન હતું. ત્યારબાદ જુલાઇ ૨૦૨૧ થી સુધારેલ ડીએ ફરીથી લાગુ કરવામાં આવ્યો અને તેને ૧૭ ટકાથી વધારીને ૨૮ ટકા કરવામાં આવ્યો. આ પછી ઓક્ટોબર ૨૦૨૧માં મોંઘવારી ભથ્થામાં ૩ ટકાનો વધારો કરવામાં આવ્યો.HS