મધ્યપ્રદેશમાં વિજળી જવાથી ત્રણ દર્દીઓના મોત થયા
ભોપાલ, ભોપાલના હમીદિયા હોસ્પિટલમાં વિજળીના કારણે એક મોટી દુર્ઘટના સર્જાઇ છે. અહીં વિજળી જતી રહ્યાં બાદ વેટિલેંટર સપોર્ટ વાળા કોરોનાના ત્રણ દર્દીઓના મોત નિપજયા છે. વિજળી જવાના થોડા કલાકો બાદ જ વેટિલેટ બંધ થઇ ગયું આ હોસ્પિટલ ૧૦૦ વર્ષ જુની ચે. ત્યારબાદ મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે કહ્યું કે જે પણ દોષીત હશે તેને છોડવામાં આવશે નહીં આ મામલામાં મોટિનેસ ઇજિનિયરને બરતરફ કરવામાં આવ્યા છે મુખ્યમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.
મળતી માહિતી અનુસાર જયારે વિજળી આવી તો વેટિલેટર પર ચાર દર્દી હતા ડોકટરોએ અંબુ બેગથી ઓકસીજન આપવાનું શરૂ કર્યું પરંતુ દર્દીઓની સ્થિતિ ખરાબ થવા લાગી લોકોએ જણાવ્યું હતું કે હમીદિયા હોસ્પિટલમાં લાઇટ જતી રહી હતી જનરેટર ચલાવવામાં આવ્યું પરંતુ ૧૦ મિનિટ બાદ તે પણ બધ થઇ ગયું ત્યારબાદ ત્રણ દર્દીઓના મોત થયા હતાં ડીનને પણ આ મામલામાં નોટીસ મોકલવામાં આવી હતી.
જાે કે હોસ્પિટલના પ્રશાસને કહ્યું કે લાઇટ જવાને કારણે આ ઘટના બની નથી કહેવાય છે કે વિજળી કપાયા બાદ જનરેટર ચાલ્યુ પરંતુ એરને કારણે તે ૧૦ મિનિટમાં બંધ થઇ ગયું વિજળી ગયા બાદ આઇસીયુમાં બુમાબુમ થઇ કોવિડ વોર્ડમાં ૧૧ દર્દી હતાં તેમાંથી ચાર વેટિલેટર પર હતાં અને બાકી ઓકસીજન સપોર્ટ પર હતાં જયારે સ્થિતિ બગડવા લાગી તો ડોકટરોએ અંબુ બેગથી ઓકસીજન આપવાનું શરૂ કર્યું રાત્રે એક દર્દીનું મોત થયું અને બાદમાં બે અન્યએે દમ તોડયો ચારમાંથી ફકત એક દર્દીને બચાવી લેવામાં આવ્યો હતો.આ ઘટનાની તપાસ કમિશનરના અંડરમાં થશે.HS