મધ્યપ્રદેશમાં શિવસેનાના પૂર્વ પ્રદેશ પ્રમુખની ગોળી મારી હત્યા

ઇન્દૌર, શિવસેનાની મધ્યપ્રદેશ એકમના પૂર્વ પ્રમુખ રમેશ સાહીની અજાણ્યા બદમાશોએ ગઇકાલે મોડી રાતે ઇન્દૌરમાં ગોળી મારી હત્યા કરી દીધી હતી જયારે રમેશ સાહુની પત્ની અને પુત્રીને આરોપીએ ઇજા પહોંચાડી છે. તેજાજીનગર પોલીસ સ્ટેશનના પ્રભારી આરએનએસ ભદૌરિયાએ જણાવ્યું હતું કે શિવસેનાના પ્રદેશ એકમના પૂર્વ પ્રમુખ ૭૦ વર્ષીય રમેશ સાહુ ઇન્દૌર ખંડવા રોડ પર ઉમડીખેડા ગામમાં ઢાબા ચલાવતા હતાં.આ ઢાબામાં મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ તેમની છાંતીમાં ગોળી મારી તેમની હત્યા કરી લીધી.
તેમણે કહ્યું કે હત્યાના કારણોની હજુ ખબર પડી નથી મામલાની તપાસ ચાલી રહી છે.તેમણે કહ્યું કે સાહૂ હાલના દિવસોમાં શિવસેનામાં સક્રિય ન હતાં હત્યાકાંડને લઇ તેમના પરિવારજનો અને નજીકના લોકોથી પુછપરછ કરવામાં ાવી રહી છે જેથી ઘટનાના સંબંધમાં પુરાવા મળી શકે. સાહૂ ૧૯૯૦ના દાયકામાં શિવસેનાના પ્રદેશ પ્રમુખ રહ્યાં હતાં અને તે સમયે અનેક આંદોલનનું નેતૃત્વ કર્યું હતું.જયારે તેમના પરિવારજનોનું કહેવુ છે કે લુંટના ઇરાદે હત્યા કરવામાં આવી છે.HS