મધ્યપ્રદેશમાં હવે કલેકટરોના પદનામમાં પરિવર્તન કરાશે નહીં

ભોપાલ, કમલનાથ સરકારના એક અન્ય નિર્ણયની ફાઇલને મધ્યપ્રદેશની શિવરાજ સરકારે બંધ કરી દીધો છે.મધ્યપ્રદેશમાં હવે કલેકટરોના પદનામમાં પરિવર્તન કરવામાં આવશે નહીં. કમલનાથ સરકારના સમયે થયેલ પ્રયાસોની ફાઇલને શિવરાજ સરકારે બંધ કરી દીધી છે તે આદેશને પણ રદ કરી દીધો છે જે હેઠળ મધ્યપ્રદેશમાં કલેકટરોનું પદનામ બદલવાની કવાયત શરૂ કરવામાં આવી હતી એ યાદ રહે કે ૨૦૧૮માં મુખ્યમંત્રી બન્યા બાદ કમલનાથે કલેકટરનું પદનામ બદલવાની જાહેરાત કરી હતી.કલેકટરોના પદનામ માટે પાંચ આઇએએસ અધિકારોની એક કમિટી બનાવવામાં આવી હતી નામને લઇ મંથન ચાલી રહ્યું અને દોઢ વર્ષ સત્તામાં રહ્યાં બાદ પણ સરકાર પરિણામ સુધી પહોંચી શ કી નથી ત્યારબાદ માર્ચ ૨૦૨૦માં કમલનાથની સરકાર તુટી પડી હવે શિવરાજ સરકારે તે આદેશ અને કમિટિને રદ કરી દેવામાં આવી છે જે કલેકટરોનું પદનામ બદલવા માટે બનાવવામાં આવી હતી.કલેકટરોના પદનામ બદલવાની પાછળ તર્ક આપવામાં આવ્યો હતો કે આ અંગ્રેજાે દ્વારા આપેલ નામ છે આ તર્ક આપતા કલેકટરોનું પદનામ બદલવા માટે મધ્યપ્રદેશમાં જાહેરાત કરવામાં આવી હતી.HS