Western Times News

Gujarati News

મધ્યપ્રદેશ: છતરપુરમાં ગમખ્વાર અકસ્માતઃ 4 બાળકો સહિત 8ના મોત

ભોપાલ, મધ્યપ્રદેશના છતરપુરમા આજે માર્ગ અકસ્માતની દુર્ઘટના ઘટી. જેમાં મહિલા, બાળકો સહિત 8 લોકોના કરૂણ મૃત્યુ થયા હતા. આ એક્સિડન્ટ જિલ્લાના ચંદ્રનગર ચોકી વિસ્તારમા થયુ હતુ. જ્યારે, આ એક્સિડન્ટમા 3 લોકો ઘાયલ થયા હતા, તેમને સારવાર માટે જિલ્લાની હોસ્પિટલમા દાખલ કરવામા આવ્યા. સૂત્રો દ્વારા મળેલી જાણકારી મુજબ, 3 લોકો બાઈક પર ચંદ્રનગરથી છતરપુર તરફ જઇ રહ્યા હતા. ત્યારે જ સામેથી ઝડપથી આવી રહેલી સ્કોર્પિયોએ ત્રણ બાઇકને ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, રોડ પર લાશના ઢગલા થઇ ગયા હતા. આ એક્સિડન્ટમા 4 બાળકો, 2 મહિલાઓ અને 2 પુરુષો ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા. જો કે એક્સિડન્ટ વિશે જાણકારી મળતા જ ઘટના સ્થળે સ્વાસ્થ્ય વિભાગ અને પોલીસની ટીમ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામા આવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.