મધ્યપ્રદેશ પેટાચુંટણી માટે કોંગ્રેસે ૧૫ નામો જાહેર કર્યા
ભોપાલ, મધ્યપ્રદેશની ૨૭ વિધાનસભા બેઠકો પર યોજાનાર પેટાચુંટણી માટે કોંગ્રેસે પોતાના ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે તેમાં ૧૫ નેતાઓને ચુંટણી મેદાનમાં ઉતારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે કહેવાય છે કે આ યાદીમાં મોટાભાગના નામોને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અને કમલનાથની સહમતિ બાદ જ સામેલ કરવામાં આવ્યા છે પાર્ટીએ સાંવેરથી પ્રેમચંદ અને ગ્વાલિયરથી સુનીલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે.
મધ્યપ્રદેશ કોંગ્રેસે પાંચ બેઠકો પર બે નામોની પેનલ નક્કી કરી છે જયારે સાત બેઠક પર બે થી ત્રણ નામના સુચન હજુ આવ્યા છે કહેવાય છે કે અનેક હેઠકો પર જાતીય સમીકરણોના કારણે નામ નક્કી કરવામાં મુશ્કેલી આવી રહી છે તમામ નામ નક્કી થયા બાદ કોંગ્રેસ સમિટિના અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ આ યાદી એઆઇસીસીને મોકલી આપશે તાકિદે બાકી બચેલ બેઠકોના ઉમેદવારોના નામ પણ ટુંક સમયમાં જાહેર થાય તેવી સંભાવના છે. કોંગ્રેસના નામો આ પ્રમાણે છે. દિમની રાધવેન્દ્ર તોમર, અંબાબ સુરક્ષિત સત્યપ્રકાશ સિકરવાર ગોહત મેવારામ જાટવ વગેરે સામેલ છે.