મધ્યપ્રદેશ ૨૩ જિલ્લામાં શીતલહેરઃ પહાડોથી મેદાન સુધી ઠંડીનો કહેર
ભોપાલ, છેલ્લા બે દિવસથી મધ્યપ્રદેશના અનેક વિસ્તારો ગ્વાલિયર, ચંબલ, સાગર, ભોપાલમાં ઉત્તરીય ઠંડી હવાઓનો પ્રકોપ શરૂ થઈ ચુક્યો છે. આ વિસ્તારોમાં જ્યાં હવાની તીવ્રતા વધી છે તેની અસર આગળ વધતાં હોશંગાબાદ, ઈંદોર અને જબલપુર ડિવિઝનમાં જાેવા મળી છે.
અહીં રાત્રિના તાપમાનમાં ખૂબ જ ઘટાડો થયો છે. હવામાન નિષ્ણાંતોનું કહેવું છે કે આગામી ૨૪ કલાક સુધી ઠંડીમાંથી રાહત નહીં મળે. ત્યારબાદ મંગળવારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હિમાલયની સીમામાં આવી રહ્યું છે. ત્યારબાદ આગામી બે ત્રણ દિવસોમાં ઠંડી હવાઓ આવવાની શરૂ થઇ જશે અને તાપમાનમાં વધારો થવાની સાથે સખત ઠંડીમાં રાહત મળશે, જાેકે અત્યારે તો મધ્યપ્રદેશ હિલસ્ટેશન બની ગયું છે.
ભોપાલ, સતના, રીવા, છિંદવાડા, જબલપુર, રતલામ, મંડલા, સિવની, ઉમરિયા, ખજૂરાહો, રાયસેન, ગ્વાલિયરનું તાપમાન હિલ સ્ટેશન જેટલું ડાઉન થઇ ગયું છે.
આ વર્ષે નવા વર્ષની શરૂઆત ઠંડીની સાથે જ થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. હાલમાં ઉત્તરી પાકિસ્તાનની ઉપર બનેલાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે દેશમાં ઠંડીની અસર સહેજ હળવી થઇ છે. હવામાન શાસ્ત્રીઓના જણાવ્યા મુજબ રાતના તાપમાનમાં ધીમે ધીમે વધારો થવાનો સિલસિલો જારી રહેશે.
થોડા દિવસો બાદ ઠંડીમાંથી રાહત મળશે, ૨૪ અને ૨૬ ડિસેમ્બરે બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતમાં પ્રવેશવાની શક્યતાઓ છે. આ સિસ્ટમની અસરથી ઉત્તર ભારતના પહાડો પર જબરજસ્ત બરફવર્ષા થવાની શક્યતાઓ છે.
તેની અસરથી મેદાની વિસ્તારોમાં વરસાદ થઇ શકે છે. ઉત્તરાખંડમાં શીતલહેરનો પ્રકોપ જારી રહેશે. આઈએમડીના જણાવ્યા અનુસાર પહાડોથી લઇને મેદાન સુધી ઠંડી હવાઓનો દોર ચાલુ રહેશે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જેવું જમ્મુ-કાશ્મીર અને રાજસ્થાન તરફ આવશે ત્યારબાદ મોસમ બદલાશે, તેના પ્રભાવથી ૨૭ અને ૨૯ ડિસેમ્બરની વચ્ચે ઘણાં રાજ્યમાં વાદળ છવાશે અને સાથે હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.