મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરાશેઃ નારાયણ રાણે
નવીદિલ્હી, ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાંકોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાનીમહેચ્છા વ્યકત કરી છે.
રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોયરબોર્ડની બેઠકમાં હાજરી આપવા ગયા હતા. જે પહેલા તેમણે વડોદરાની મુલાકાત લીધી હતી.તેમણે જણાવ્યું હતું કે, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા દરિયાકાંઠાના રાજ્યોની સરખામણીમાંગુજરાત લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોવા છતાં નાળિયેરના છોડાં, કાચલીઓ વગેરે આધારિત ઉત્પાદનોની પ્રવૃત્તિ ઘણી ઓછી છે.
ખાસ ક્લસ્ટરબનાવી બોર્ડ ગુજરાતમાં પ્રવૃત્તિઓનો વ્યાપ વધારશે એમ તેમણે ઉમેર્યું હતું. બોર્ડજે રાજ્યો દરિયાકાંઠે નથી એ રાજ્યોમાં નાળિયેર આધારિત કાચો માલ મોકલી, કારખાના સ્થાપિત કરી પ્રવૃત્તિઓનો લાભ આપશે અને રોજગારીના સર્જનમાંમદદરૂપ બનશે.તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્તક્ષેત્રોના ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરવાની સાથે, લોન પર મશીનરી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામ નાણાં મંત્રાલયનાસહયોગથી કરવામાં આવશે. તેમણે કોરોનાના પ્રભાવથી મુશ્કેલીમાં મુકાયેલા મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ એકમોને ધિરાણ ઉપલબ્ધ કરાવવાના અને શ્રમિકોને પાછાલાવી નવજીવન આપવાના વિભાગના પ્રયાસોની જાણકારી પણ આપી હતી.
ગુજરાતમાં કોયર બોર્ડ આધારિતનાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાનાળિયેર આધારિત કાચો માલ, કારખાના સ્થાપિત કરવાનીપ્રવૃત્તિઓ માટે ખાસ વિડિયો સીડી પણ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે કૃષિ સુધારા અંગે સ્પષ્ટ મત આપ્યો હતો કે તે ખેડૂતો માટેલાભદાયક છે.
આ કોન્ફરન્સમાં કોયર બોર્ડના ચેરમેન ડી. કપ્પુરામુ, સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ વડોદરાના મેયર કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિતરહ્યા હતા. કેન્દ્રીયમંત્રી નારાયણ રાણેએ આજે નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પવાની સાથે ધન્યતાનો ભાવ વ્યક્ત કર્યો હતો.
ત્યારબાદ શ્રી રાણેએ ૪૫માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હૃદયસ્થાનેથી અદભૂત નજારો પણ માણ્યો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચલ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું.
રાણે સાથે કોયર બોર્ડના અધ્યક્ષશ્રી ડી. કપ્પુરામુ, સચિવશ્રી તેમજ બોર્ડના સભ્યશ્રીઓ પણ આ મુલાકાતમાં જાેડાયાં હતાં. આ મુલાકાત દરમિયાન નાયબ કલેક્ટરશ્રી નિલેશ દુબેએ મંત્રીશ્રી રાણેને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણની ટેકનીકલ વિગતોથી વાકેફ કરી જરૂરી જાણકારી પુરી પાડી હતી.