Western Times News

Gujarati News

મધ્યાહન ભોજન કાર્યક્રમને મદદ કરવા ભારતી એક્સા લાઈફે અક્ષય પાત્ર સાથે હાથ મીલાવ્યા

File

ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સએ ભારતના અગ્રણી બિઝનેસ ગ્રૂપ ભારતી એન્ટરપ્રાઈઝ અને વિશ્વની સૌથી મોટી ઈન્સ્યોરન્સ કંપનીઓમાંની એક એક્સાનું સંયુક્ત સાહસ છે. ભારતી એક્સા સરકારી શાળાઓના બાળકો માટે મધ્યાહન ભોજન માટે પોતાનું યોગદાન આપવા માટે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરતા ખુશી અનુભવી રહી છે.

“ભૂખ્યા રહેવું તે ઘણું જ દુઃખદ છે. મિડ ડે મીલ ભારતમાં ઘણા બાળકો માટે ફક્ત એક દિવસનું ભોજન રહેતું હોય છે. અમારા 13માં સ્થાપના દિવસે અમે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે હાથ મીલાવ્યા છે જે દેશભરમાં મધ્યાહન ભોજન પુરૂ પાડવાની ઉમદા કામગીરી કરી રહ્યું છે. અમે દ્રઢ પણે માનીએ છીએ કે જો પેટ ભરેલુ હશે તો તો બાળકો વધારે સારી રીતે ભણી શકશે અને પોતના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકશે. આ ઉપરાંત ભોજનથી તેમના ચહેરા પર સ્મિત આવશે,” તેમ ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સના મેનેજિંગ ડાયરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર શ્રી વિકાસ  શેઠે જણાવ્યું હતું.

અક્ષય પાત્ર ફાઈન્ડેશનના સીઈઓ શ્રી શ્રીધર વેન્કટે જણાવ્યું હતું કે, “અમારા મિડ-ડે મીલ માટે ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સ સાથે જોડાણ કરીને અમને ખુશી થઈ રહી છે. તેની સાથે જોડાણથી અમને વર્ષ 2025 સુધી 5 મિલિયન બાળકો સુધી પહોંચવાના અમારા લક્ષ્યાંક સુધી પહોંચવામાં મદદ મળશે.”

પોતાના ઉમદા કાર્યના ભાગ રૂપે અક્ષય પાત્ર ફાઉન્ડેશન ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સના કર્મચારીઓને જ્યાં બાળકો માટે ભોજન તૈયાર કરવામાં આવે છે તે રસોડાઓની મુલાકાત લેવાની પણ તક આપશે.

ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સનો આજે 13મો સ્થાપના દિવસ છે અને છેલ્લા 13 વર્ષથી લોકોને ખુશીઓ આપી રહેલી ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સે હવે અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે હાથ મીલાવ્યા છે. અક્ષય પાત્ર વિશ્વની સૌથી મોટી નોન-પ્રોફિટ એનજીઓ છે જે મિડ ડે મીલ પ્રોગ્રામ ચલાવે છે. ભારતી એક્સા લાઈફ ઈન્સ્યોરન્સ પોતાના કર્મચારીઓને એક દિવસનો પગાર દાન કરીને ઘણા લોકોના જીવનમાં ખુશીઓ લાવવાની અપીલ કરે છે. આ ડોનેશન અક્ષય પાત્રને આપવામાં આવશે જે સમાજના વંચિત વિસ્તારોમાંથી આવતા શાળાના બાળકોને ભોજન પુરૂ પાડશે.

તેમણે કહ્યું હતું કે કંપનીમાં દેશભરમાં અંદાજીત 5,500 કર્મચારીઓ કામ કરે છે અને તેઓ શાળાના બાળકોના ભોજન માટે અને તેમના ભણતર માટે મદદ કરશે. અક્ષય પાત્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોને મફતમાં ગરમાગરમ અને પૌષ્ટિક મધ્યાહન ભોજન પુરૂ પાડે છે. હાલમાં તે દરરોજ દેશના 12 રાજ્યોની 15,000 સ્કૂલના 1.76 મિલિયન બાળકોને મધ્યાહન ભોજન પુરૂ પાડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.