મધ્યાહ્ન ભોજન યોજના સાથે શાળાનાં 13,000થી વધારે બાળકોને હિમાલયા વેલનેસે ટેકો આપ્યો
![](https://westerntimesnews.in/wp-content/uploads/2022/02/himalayas-1-1024x676.jpg)
હિમાલયા વેલનેસ કંપનીએ અક્ષયપાત્ર ફાઉન્ડેશન સાથે જોડાણમાં સરકારમાં અભ્યાસ કરતાં બાળકોને ભોજન કરાવવાની એની કટિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો
હિમાલયાએ બેંગાલુરુમાં અક્ષય પાત્ર કિચનમાં મૂડીગત ખર્ચની જરૂરયાત સાથે ટેકો પણ આપ્યો
દરેક ઘરમાં વેલનેસ ફેલાવવા અને દરેક હૃદયમાં ખુશીઓ લાવવાની પોતાની કટિબદ્ધતાના ભાગરૂપે હિમાલયા વેલનેસ કંપનીએ સેવાભાવી સંસ્થા અક્ષય પાત્ર ફાઉન્ડેશન સાથે એની હાલ ચાલુ ભાગીદારીને મજબૂત કરી છે, જે ભારતમાં ભૂખમરા અને કુપોષણ જેવી સમસ્યાઓનું સમાધાન લાવવા આતુર છે.
આ પહેલ દ્વારા હિમાલયા શહેરની તમામ સરકારી શાળાઓમાં 13,000થી વધારે ભાળકોના અભ્યાસને મધ્યાહ્ન ભોજન યોજના સાથે ટેકો આપી રહી છે. હિમાલયાએ બેંગાલુરુ સુવિધામાં હેવી-ડ્યુટી મિક્સર, રોસ્ટર મશીન અને બેન્ચ ડ્રિલિંગ મશીન સાથે કિચનને નવેસરથી બનાવવા મૂડીગત ખર્ચનો ટેકો પણ વધાર્યો છે.
શાળામાં અભ્યાસ કરતાં બાળકો, ખાસ કરીને 6થી 12 વર્ષની વયજૂથના બાળકો પોષક દ્રવ્યોની ઊણપથી લઈને કુપોષણ સુધીનું જોખમ ધરાવે છે. સમયસર, સ્વસ્થ અને પોષક આહાર પ્રદાન કરતી મધ્યાહ્ન ભોજન યોજનાનો ઉદ્દેશ કુપોષણની સમસ્યાનું સમાધાન કરવાનો છે. આ યોજના ડ્રોપઆઉટ દરમાં ઘટાડો કરવામાં અને સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી વધારવામાં નોંધપાત્ર પ્રદાન કરે છે.
ચીફ ઓપરેટિંગ ઓફિસર અને ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર જયશ્રી ઉલ્લાલે કહ્યું હતું કે, “અપર્યાપ્ત પોષણ, અદ્રશ્ય ભૂખમરો અને મેદસ્વીપણું – આ ચાવીરૂપ પરિબળો છે, જે બાળકો અને કિશોરોના અસ્તિત્વ, વૃદ્ધિ અને વિકાસમાં અવરોધરૂપ છે. આ બાળકોને તેમના શરૂઆતના વર્ષોમાં આવશ્યક પોષક દ્રવ્યો પ્રદાન કરે છે,
જેથી તેમના સ્વસ્થ ભવિષ્યને સુનિશ્ચિત કરે છે. હિમાલયા હંમેશા સ્વસ્થ અને સુખી જીવન તરફ દોરી જવા સમુદાયોને સક્ષમ બનાવવામાં અને તેમનું ઉત્થાન કરવામાં હંમેશા માને છે. અમારો પ્રયાસ સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વચ્છતાલક્ષી પહેલો દ્વારા સકારાત્મક અને લાંબા ગાળાની અસર ઊભી કરવાનો છે.
આ અક્ષયપાત્ર સાથે અમારા જોડાણનું હાર્દ છે, જે અમે વર્ષ 2016થી ધરાવીએ છીએ. અમે બાળકો વચ્ચે આનંદ લાવવા જરૂરી ટેકો પ્રદાન કરવાનું જાળવી રાખીશું, જે તેમને સારું પોષણ આપીને મજબૂત અને સ્વસ્થ પાયો પ્રદાન કરશે.”
અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સીએમઓ શ્રી સુંદીપ તલવારે કહ્યું હતું કે, “અમે લાખો બાળકોને સ્વસ્થ અને પોષક દ્રવ્યો પ્રદાન કરવાની અમારી સફરમાં વર્ષોથી અમારા કિંમતી પાર્ટનર બનવા હિમાલયાનો આભાર માનીએ છીએ. અમે પોષક મધ્યાહ્ન ભોજન પ્રદાન કરવાના ઉદ્દાત કારણને સતત ટેકો આપવા બદલ હિમાલયનો આભાર માનીએ છીએ.
આ જોડાણ અમને સમગ્ર ભારતમાં વંચિત બાળકોને પોષણયુક્ત ભોજન પ્રદાન કરવાના અમારા ઉદ્દેશને પાર પાડવાની વધારે નજીક લઈ જાય છે.”
અક્ષયપાત્ર ફાઉન્ડેશન સરકારી શાળાઓ અને સરકારી સહાયથી સંચાલિત શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને પોષક દ્રવ્યોયુક્ત ભોજન પ્રદાન કરે છે. વર્ષ 2016માં કોર્પોરેટ પાર્ટનર તરીકે હિમાલયે અત્યાર સુધી સરકારી શાળાઓમાં 50,000થી વધારે બાળકોને ટેકો આપ્યો છે
અને આશરે 5 મિલિયન ભોજન શાળાના જરૂરિયાતમંદ બાળકોને પૂરું પાડ્યું છે તેમજ લોકડાઉન દરમિયાન 7,146 “હેપ્પીનેસ કિટ્સ” કે અનાજની કિટ પ્રદાન કરી હતી.