મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાકનો વીજ કાપ મુકાયો
ગાંધીનગર, દેશમાં કોલસાની અછતને પગલે વીજ સંકટનો મુદ્દો ટોક ઓફ ધી ટાઉન છે . દરમિયાન મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં આજે અડધો કલાકનો વીજ કાપ મુકાયો હોવાનું વિશ્વસનીય સૂત્રો પાસે જાણવા મળ્યું છે . એગ્રિકલ્ચર લોડ વધશે તો આગામી દિવસોમાં વીજ કાપ વધે તેવી શક્યતાઓ છે.
કોલસાની અછતને કારણે દેશભરમાં વીજ પુરવઠા પર ગંભીર અસર વર્તાઈ શકે તેવો દાવો થઈ રહયો છે . દેશમાં કોલસાના જથ્થા સામે સવાલો ઉભા થતાં ગુુજરાતમાં વીજળીના ઉત્પાદન અને માંગ સામે વીજ કંપની દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
શહેરી વિસ્તારોમાં મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા હજુ સુધી વીજ કાપ મુકાયો નથી . કોલસાની અછતને કારણે મધ્ય ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારોમાં તબક્કાવાર વીજ કાપ શરૂ કરાયો હોવાનું જાણવા મળ્યું છે . આજે મધ્ય ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાકનો વીજ કાપ મુકવામાં આવ્યો હતો .
એગ્રિકલ્ચર ક્ષેત્રે ડિમાન્ડ વધશે તો આગામી દિવસોમાં પણ વીજ કાપ મુકાશે . ૧૫ થી ૩૦ મિનિટ સુધીનો વીજ કાપ ગ્રામ્ય વિસ્તારોમાં મુકાય તે શક્યતાઓ છે. વિશ્વસનીય સૂત્રો પાસે જાણવા મળ્યું છે કે, દેશમાં કોલાસા અને ફ્યૂઅલના ભાવ વધી રહયાં છે. કોલસાની તંગી હોવાથી વીજળીનું ઉત્પાદન તેની માંગ કરતા ઓછું છે. ગ્રામ્ય વિસ્તારોમાં અડધો કલાકનો વીજ કાપ મુકાયો હતો. એગ્રિકલ્ચર ડિમાન્ડ વધશે તો આગામી દિવસોમાં ગ્રામ્ય વિસ્તારોમાં વીજકાપનો સમયમાં વધારો થાય તે શક્યતા નકારી શકાય તેમ નથી.HS