મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને મેદાંતામાં દાખલ કરાયા
ભોપાલ: કોંગ્રેસના સીનિયર નેતા અને મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથને ગુરુગ્રામના મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો દેખાવા પર તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મનાઈ રહ્યું છે કે કમલનાથને તાવ ઉપરાંત કોરોના સંક્રમણના અન્ય લક્ષણો જાેવા મળતા તેમને દાખલ કરવામાં આવ્યા છે. કમલનાથ સવારે ૧૦ વાગે લગભગ મેદાંતામાં ચેક અપ માટે પહોંચ્યા હતા. હોસ્પિટલના ૧૫માં ફ્લોર પર રુમ નંબર ૪૪૧૨માં ડોક્ટર્સના ઓબ્જર્વેશનમાં તેમની સારવાર ચાલી રહી છે.
ઉલ્લેખનીય છે તે ફેબ્રુઆરી મહિનામાં મધ્ય પ્રદેશમાં ઈન્દોરના એક ખાનગી હોસ્પિટલની લિફ્ટ પડવાની ઘટનાથી પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ માંડ માંડ બચ્યા હતા. ઘટનાના કારણે ગભરાહટને લીધે તેમની તબિયત ખરાબ થઈ ગઈ હતી અને તેમણે હોસ્પિટલમાં જ બ્લડ પ્રેશર ચેક કરાવ્યુ હતુ. ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં અનેક મંત્રાલયોની જવાબદારી સંભાળી ચૂકેલા કમલનાથ ૨૦૧૮માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા હતા. પરંતુ કોંગ્રેસમાં બળવાખોરીના કારણે એક વર્ષમાં જ કોંગ્રેસની સરકાર પડી ગઈ હતી. તે બાદ ભાજપની સરકારની રાજ્યમાં સત્તા પર આવી છે.
ઉલ્લેખનીય છે કે દુષ્કર્મ અને હત્યા મામલામાં ઉંમર કેદની સજા કાપી રહેલા ગુરમીત રામ રહીમને મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યા છે. પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેને રવિવારે બપોરે ૧૧.૫૫ પર રોહતકના સુનારિયા જેલથી ગુરુગ્રામના મેદાંતામાં દાખલ કરવામાં આવ્યા હતા. રેપિટ ટેસ્ટમાં તેમની કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી હતી.
જાેકે બાદમાં આરટી પીસીઆર ટેસ્ટ રિપોર્ટમાં બળાત્કાર અને હત્યના ગુનામાં સજા કાપી રહેલ ગુરમીત સિંહનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. રામ રહીમ ૨૫ ઓગસ્ટ ૨૦૧૭થી જેલમાં છે. પંચકુલા સ્થિત સીબીઆઈની સ્પેશિયલ કોર્ટમાં રામ રહીમને સાધ્વિઓના રેપના મામલામાં ગુનેગાર ઠરાવવામાં આવ્યો હતો. ૧૬ વર્ષ જુના આ મામલામાં કોર્ટે ગુરમીત રામ રહીમને ઉંમર કેદની સજા સંભાવવામાં આવી હતી.