મધ્ય પ્રદેશની શિવરાજ કેબિનેટનું વિસ્તરણ 3 જાન્યુઆરીએ
મધ્ય પ્રદેશની શિવરાજ કેબિનેટનું વિસ્તરણ 3 જાન્યુઆરીએ થશે. રાજભવનમાં બપોરે 12.30 કલાકે નવા મંત્રીઓ શપથ લેશે. આ વખતે શિવરાજ કેબિનેટમાં સાંસદ જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક તુલસી સિલાવટ અને ગોવિંદ સિંહ રાજપૂત પણ મંત્રીપદના શપથ લઈ શકે છે. આ સાથે જ મધ્ય પ્રદેશના ચીફ જસ્ટિસ મોહમ્મદ રફીકનો શપથગ્રહણ સમારંભ પણ બપોરે 3.00 કલાકે રાજભવન ખાતે યોજાશે.
પ્રાપ્ત વિગતો મુજબ જોઈએ તો, મંત્રીમંડળના વિસ્તરણની માહિતી રાજભવનમાં પહોંચાડી દેવામાં આવી છે. રાજભવને તેની પુષ્ટિ પણ કરી છે. અહીં ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણીના પરિણામ 10 નવેમ્બરે આવ્યા હતા. ત્યાર બાદ શિવરાજ મંત્રીમંડળ વિસ્તરણની રાહ જોઈ રહ્યા હતા. જેને લઈને મુખ્યમંત્રી શિવરજા સિંહ ચૌહાણ, પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને જ્યોતિરાદિત્ય સિંધિયાની ચાર વખત બેઠક થઈ ગઈ છે. શુક્રવારે જ રાષ્ટ્રીય નેતૃત્વે મંત્રીમંડળ વિસ્તરણની મંજૂરી આપી છે.
3 ડિસેમ્બરે શિવરાજ સિંહે કહ્યુ હતું કે, હાલમાં મંત્રીમંડળ વિસ્તરણની કોઈ તારીખ નક્કી કરવામાં આવી નથી. જ્યારે તારીખ નક્કી કરીશું ત્યારે મીડિયામાં તેની જાણકારી આપી દઈશું. મુખ્યમંત્રીના આ પ્રકારના નિવેદનથી એવો ક્યાસ લગાવાય રહ્યો હતો કે, હાલમાં તો મંત્રીમંડળ વિસ્તરનો કોઈ પ્લાન નથી.