મધ્ય પ્રદેશમાં આવતીકાલથી 50 ટકા ક્ષમતા સાથે શાળાઓ શરૂ કરવાનો નિર્ણય
ભોપાલ, મધ્ય પ્રદેશમાં સ્કુલ 1 ફેબ્રુઆરીથી ખુલી જશે. ધોરણ 1થી ધોરણ 12 સુધી 50 % ક્ષમતા સાથે સંચાલિત કરવાનો નિર્ણય કરાયો છે. રહેણાંક શાળાઓ અને છાત્રાલયો પણ 50% ક્ષમતા સાથે ખોલવામાં આવી શકશે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બે દિવસ પહેલા કહ્યુ હતુ કે સ્કુલ ખોલવાનો નિર્ણય ચિકિત્સા નિષ્ણાંતોથી વિચાર-વિમર્શ બાદ કરવામાં આવશે. આને લઈને મંત્રીઓના અલગ-અલગ નિવેદન આવી રહ્યા હતા. અગાઉ ચિકિત્સા શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગે સવારે કહ્યુ કે સ્કુલ ખોલવાનો નિર્ણય વિશેષજ્ઞો પાસે વિચાર-વિમર્શ બાદ લેવામાં આવશે.
સૂત્રો અનુસાર મધ્ય પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસ સતત ઓછા થઈ ગયા છે. એવામાં સ્કુલ ખોલવાનો નિર્ણય લેવાયો છે. નવેમ્બરમાં સરકારે 100% ક્ષમતા સાથે સ્કુલ ચલાવવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ જ્યારે જાન્યુઆરીમાં કોરોના કેસ વધવા લાગ્યા તો સરકારે પીછેહઠ કરી. 15થી 31 જાન્યુઆરી સુધી તમામ સ્કુલ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.