મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણી ઓબીસી અનામત સાથે જ થશે

ભોપાલ, મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણી ઓબીસી અનામત સાથે જ થશે. સુપ્રીમ કોર્ટે આજે પોતાનો ચુકાદો સંભળાવતા કહ્યું કે, મધ્ય પ્રદેશમાં પંચાયત ચૂંટણી ઓબીસી અનામત સાથે થશે. પણ અનામતના આંકડા ૫૦ ટકાથી ઉપર ન થવા જાેઈએ. ભાજપ અને કોંગ્રેસ બંનેએ કોર્ટના આ ચુકાદાનું સ્વાગત કર્યું છે.
મધ્ય પ્રદેશ પંચાયત ચૂંટણીના કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી મોટો ચુકાદો આવ્યો છે. મધ્ય પ્રદેશમા ઓબીસી અનામત અંતર્ગત ચૂંટણીઓ થશે. સુપ્રીમ કોર્ટે મધ્ય પ્રદેશમાં ઓબીસી અનામત અંતર્ગત ચૂંટણી કરાવાના આદેશ આપ્યા છે અને રાજ્ય ચૂંટણી પંચને એક અઠવાડીયાની અંદર ચૂંટણી સંબંધિત નોટિફિકેશન જાહેર કરી દેવા પણ કહ્યું છે. પછાત વર્ગ કલ્યાણ પંચના રિપોર્ટને આધાર માનીને સુપ્રીમ કોર્ટે પંચાયત ચૂંટણીમાં અનામતનો આદેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવતા એમપીના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ માનનીય વડી અદાલતનો આભાર માન્યો છે. તેમણે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું અમારી સરકારની જીત થઈ છે. અમારી મહેનત રંગ લાવી છે.
મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અમે વિધિ વિશેષજ્ઞોને મળીને પોતાની વાતોને તથ્યો સાથે માનનીય કોર્ટ સમક્ષ રાખી હતી. મિશ્રાએ કહ્યું કે, કોંગ્રેસે પાપ કર્યું છે. તેઓ ઓબીસી અનામતવાળી ચૂંટણીને રોકવા માટે કોર્ટમાં ગઈ, અમે ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ કરાવવા માટે કોર્ટમાં ગયા હતા. અંતતઃ સત્યની જીત થઈ છે. હવે અમે ઓબીસી અનામત સાથે ચૂંટણી કરાવવા જઈ રહ્યા છીએ.HS