મધ્ય પ્રદેશમાં ૩ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા
ભોપાલ, રાષ્ટ્રપતિ ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશમાં મંગળવારે રાજકીય હલચલ તેજ થઈ ગઈ હતી. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મધ્યપ્રદેશમાં ભાજપ સમર્થિત વોટરોની સંખ્યા વધારવા માટે બીજેપી મોટો દાવ રમી છે. છતરપુર જિલ્લાની બિજાવર વિધાનસભા બેઠક પરથી સપા ધારાસભ્ય રાજેશ કુમાર શુક્લા, ભિંડથી બસપા ધારાસભ્ય સંજીવ સિંહ કુશવાહા અને અપક્ષ ધારાસભ્ય રાણા વિક્રમ સિંહ આજે બીજેપીમાં જાેડાયા છે.
તેઓને મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે બીજેપીની સદસ્યતા અપાવી છે. રાષ્ટ્રપતિ ચૂંટણીની નોટિફિકેશન બુધવારે જાહેર થઈ રહી છે. ૩ ધારાસભ્યોના બીજેપીમાં સામેલ થતા જ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મધ્યપ્રદેશથી ભાજપ સમર્થિત વોટ વેલ્યુ વધી જશે અને આ સંખ્યા ૨૬૨ થઈ જશે.
આ તક પર ધારાસભ્ય સંજીવ કુશવાહાએ કહ્યું કે, હું ભટકી ગયો હતો પરિવારમાં આવવાથી આનંદ છે. ક્ષેત્રના વિકાસ માટે આ પાર્ટીમાં આવ્યો છું. ધારાસભ્ય રાજેશ શુક્લાએ કહ્યું કે, વર્ષ ૨૦૧૮માં બીજેપીથી ચૂંટણી લડવાની ઈચ્છા હતી. બુંદેલખંડ પછાત છે એટલા માટે તેના વિકાસ માટે પાર્ટીમાં સામેલ થયો છું.
પાર્ટીથી કોઈ અસંતુષ્ટ નથી. રાણા વિક્રમ સિંહે કહ્યું કે, ૨૦૧૮માં જ્યારે અપક્ષ તરીકે જીત્યો હતો ત્યારે પણ બીજેપીમાં જાેડાવા માંગતો હતો. ૧૫ મહીના કમલનાથ સરકાર સાથે રહ્યો. બીજેપીની સરકારમાં વધુ વિકાસ થયો છે. આ અગાઉ સોમવારે બસપા ધારાસભ્ય સંજીવ અને રાજેશે બીજેપીના પ્રદેશ અધ્યક્ષ બીડી શર્મા સાથે મુલાકાત કરી હતી.
આ મુલાકાત બાદ એ જાણવા મળ્યું હતું કે, ભિંડથી બસપા ધારાસભ્ય સંજીવ સિંહ કુશવાહાના સમર્થકો મોટી સંખ્યામાં ભોપાલ પહોંચ્યા છે અને બીજેપીની સદસ્યતા લઈ શકે છે.ss3kp