Western Times News

Gujarati News

મનપાએ હોલ-પાર્ટી પ્લોટના બુકિંગ કેન્સલ થતા રિફંડ પેટે રૂ.4 કરોડ ચૂકવ્યા

અમદાવાદ, કોરોના અને લોકડાઉનના કારણે તહેવારો અને શુભ પ્રસંગોની ઉજવણી બંધ કરવામાં આવી છે. જેની સીધી અસર નાના મોટા વેપાર ધંધા પર થઇ છે. સાથે સાથે પાર્ટી પ્લોટ અને હોલના માલિકોને પણ થઈ છે. ખાનગી હોલ, બેન્કવેટ તેમજ પાર્ટી પ્લોટના બુકીંગ કેન્સલ થઈ રહયા છે.મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોલ-પાર્ટી પ્લોટની પરિસ્થિતિ પણ વિકટ બની છે. તેમજ મનપા ઘ્વારા હોલ-પ્લોટના બુકિંગ કેન્સલ થતા રૂ.ચાર કરોડ કરતા વધુ રકમ રિફંડ પેટે ચુકવવામાં આવી છે.

Click link to download full Western Times (Ahmedabad Gujarati) epaper pdf

મ્યુનિ. કોર્પોરેશન સંચાલિત હોલ-પ્લોટના બુકીંગ છ મહિના પહેલા કરવામાં આવે છે. કોરોના ના આગમન પહેલા જે હોલ બુક કરવામાં આવ્યા હતા તેના બુકીંગ કેન્સલ કરવામાં આવ્યા છે. કોરોના અને લોકડાઉનના કારણે લગ્ન સહિત ના શુભ પ્રસંગો ની ઉજવણી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જયારે અનલોકમાં પણ 50 વ્યક્તિ ની મર્યાદા રાખવામાં આવી છે.જેના કારણે નવેમ્બર 2019 થી 15 માર્ચ 2020 સુધી હોલ- પ્લોટના જે બુકિંગ કરવામાં આવ્યા હતા તે તમામ કેન્સલ કરવામાં આવ્યા છે. મ્યુનિસિપલ સૂત્રોએ જણાવ્યા લોકડાઉન બાદ 1471 લોકોએ બુકીંગ રદ્ કરાવ્યા છે.કેન્સલ કરવામાં આવેલા તમામ બુકીંગ 15 માર્ચ પહેલા થયા હતા.

મ્યુનિસિપલ કોર્પોરેશન ઘ્વારા રિફંડ પેટે 4 કરોડ 03 લાખ ચૂકવવામાં આવ્યા છે.મ્યુનિસિપલ સ્ટેન્ડિંગ કમીટી ઘ્વારા ડીસેમ્બર સુધીના બુકીંગ રદ્ કરાવનારને મ્યુનિ.ડીપોઝીટની પુરી રકમ પરત કરશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત સરકાર વધુ છૂટછાટ આપશે તેવી અપેક્ષા હોવાથી આગામી દિવસોમાં લગ્ન માટે 186 લોકોએ અત્યારથી જ મ્યુનિ.ના હોલ બુક કરાવવાનું શરૂ કર્યું છે. જે પેટે રૂપિયા 51 લાખ 69 હજારની આવક થઈ છે.

નોંધનીય છે કે, મ્યુનિ.કોર્પોરેશન માં છ માસ અગાઉ જ હોલ બુક કરવાની જોગવાઇ છે. ત્યારે અત્યારથી જ નાગરીકો હોલ બુક કરાવી રહ્યા છે. બીજી તરફ હવે ડિસેમ્બર સુધી બુક થયેલા હોલમાં જો કોઇ વ્યક્તિને પોતાનું બુકીંગ કેન્સલ કરાવવું હોય તે તેમને 100 ટકા રીફંડ આપવાનો મ્યુનિ.એ નિર્ણય કર્યો છે. અત્યાર સુધી આ રીફંડ માત્ર 30 ટકા કાપીને આપવામાં આવતું હતું. જેથી હવે 100 રકમ પરત મળી શકે છે.તેમ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.