Western Times News

Gujarati News

મનપાના રાજકારણમાં ગૌ-માતા વિસરાયાઃકમીશ્નર સર્વોપર સાબિત થયા

File

મનપાના રાજકારણમાં ગૌ-માતા વિસરાયાઃકમીશ્નર સર્વોપર સાબિત થયા

(દેવેન્દ્ર શાહ દ્વારા) અમદાવાદ: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં છેલ્લા એક સપ્તાહથી ચાલી રહેલા રાજકારણમાં “ગૌ-માતા ફસાયા છે. મ્યુનિ.કમીશ્નર શાસકપક્ષ અને વિપક્ષ ત્રિ-પાંખીયા જંગમાં નિર્દોષ “ગૌ-માતા” ને ભુલી જવાયા છે. મ્યુનિ.ભાજપનેતાએ શરૂ કરેલી લડાઈનો મેયર અંત લાવ્યા છે. તથા ઢોરવાડામાંથી ગાયો ગુમ થવા મુદ્દે હાલ “ખાઈશુ, પીશુ અને રાજ કરીશુ” જેવો સુખદ અંત આવ્યો છે. એક સપ્તાહના વિવાદમાં મેયરના આદેશ ભાજપ પક્ષનેતા ની પોલીસ ફરીયાદ અને વિપક્ષીનેતાના નારા નો ભવ્ય ફિયાસ્કો થયો છે. તથા “ગૌ-માતા” એ મ્યુનિ.કમીશ્નરના મગજમાંથી ચુંટાયેલી પાંખ નો ડર પણ દૂર કર્યા હોવાની ચર્ચા ચાલી રહી છે.

મ્યુનિ.ઢોરવાડામાંથી ૯૬ ગાયો ગાયબ થવાના મામલે કરવામાં આવેલી વિજિલન્સ તપાસને કમીશ્નર ખોટી માની રહયા છે. તથા ફરી થી તપાસ કરવા માટે આદેશ કર્યો છે. જયારે ગાયો ગાયબ થવાના મામલે પોલીસ ફરીયાદ કરવાની જાહેરાત કરનાર ભાજપ પક્ષ નેતા કમીશ્નર વિરૂધ્ધ અઢી-અઢી કલાક સુધી નારાબાજી કરનાર વિપક્ષીનેતા અને કાઉન્સીલરો તથા આવેદનપત્ર નો સ્વીકાર કરનાર મેયરના સ્વભાવમાં ઈંગ્લીશ વાતાવરણની જેમ પલટો આવ્યો હતો તથા “કમીશ્નર જ સર્વોપરી” ના સુત્ર નો વિપક્ષે પણ સ્વીકાર કર્યો હોય

તેમ આવેદનપત્ર આપી હસતા મુખે કમીશ્નર કચેરીમાંથી બહાર આવ્યા હતા. જયારે શાસકપક્ષને તે માટે તો “સ્ટુપીડ” વિવાદ બાદ જ “મીશન ૧પ૦” માટે કમીશ્નર “ચીંધ્યા માર્ગે” ચાલવાનો આદેશ આવી ચુકયો હતો. તેમ છતાં ગૌ-માતા ની લાગણીમાં આવી જઈને આદેશની અવગણના થઈ હતી. પરંતુ ફરીથી થોડી વધુ લાલ આંખ થયા બાદ સમગ્ર મુદ્દો વિપક્ષને સોપીને શાસકપક્ષે હાશકારો લીધો હતો. પરંતુ વિપક્ષની પણ ઈજજત સાચવવી જરૂરી હોવાથી મેયરે આદેશના બદલે વિનંતી નો માર્ગ સ્વીકાર્યો હતો તથા કમીશ્નરની ચેમ્બરમાં જઈને “ગૌ-માતા” મામલે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું. જેના કારણે ગુરુવાર ્‌ઢળતી બપોરે વધુ એક વખત મ્યુનિ. કમીશ્નર અને રાજકારણ ની જીત થઈ હતી. જયારે “ગૌ-માતા” ને તપાસ ની આંટીઘુટી પુરતા સીમિત રાખવામાં આવ્યા છે.

મ્યુનિ.કોર્પોરેશનમાં “ન ભુતોઃ ન ભવિષ્યતિ” જેવી અલૌકિક ઘટના ગુરુવારે જાવા મળી હતી. સુત્રોએ જણાવ્યા મુજબ નવા પશ્ચિમ ઝોનની બેઠકમાં નિર્માણ થયેલ “સ્ટુપીડ” વિવાદ બાદ શાસક પક્ષના હોદ્દેદારો અને કોર્પોરેટરો એ મ્યુનિ.કમીશ્નર મોરચો માંડયો હતો. પરંતુ ગાંધીનગર થી આદેશ મળ્યા બાદ “સ્ટુપીડ” વિવાદના નિર્માતા સહ નિર્માતા તથા કસબીઓને પાશેઠના પગલા ભરવા ફરજ પડી હતી. સ્ટુપીડ વિવાદના નિર્માણ અગાઉ કમીશ્નરના મનમાં કદાચ હોદ્દેદારોનો ડર હશે. પરંતુ સ્ટુપીડ વિવાદ બાદ તેમના મનમાંથી આ ડર પણ નીકળી ગયો હશે. તેથી જ જયારે ગાયો ગાયબ થવાના મુદ્દે વિપક્ષના આવેદનપત્ર સ્વીકાર કરવા માટે મેયરે પાંચ-પાંચ વખત આદેશ કર્યા તેમ છતાં કમીશ્નરે સહેજ પણ મચક આપી ન હતી. જેના કારણે, ગાંધીનગર માં રજુઆત કરવા માટે મેયરે જાહેરાત કરી હતી.

જયારે વિપક્ષીનેતાએ ગત સોમવારે મેયર ને આવેદનપત્ર આપી કમીશ્નરના સમયની માંગણી કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમ દરમ્યાન ગાંધીનગરથી વધુ એક વખત કદાચ “કમીશ્નર સર્વોપરી” નો આદેશ આવ્યો હશે જેના કારણે જ પાંચ-પાંચ વખત આદેશ કરનાર મેયર સ્વયં કમીશ્નર ની કેબીનમાં ગયા હતા તથા સમાધાન સાથે કોગ્રેસ માટે સમયની વિનંતી પણ કરી હશે. મ્યુનિ. કમીશ્નરે પણ ખેલદીલી દર્શાવી કોગ્રેસને સમય આપ્યો હતો તથા વિજય મુદ્દા સાથે કોગ્રેસના આવેદનપત્રનો સ્વીકાર કર્યો હતો. તથા સાત દિવસમાં તપાસ કરવાની ખાત્રી હતી.મ્યુનિ.કોર્પોરેશનમાં “સ્ટુપીડ” વિવાદ બાદ “ગૌ-માતા” મુદ્દા પણ જારશોરથી ચગ્યો હતો.

શાસકના પગલે વિપક્ષે પણ કમીશ્નર વિરૂધ્ધ મોરચો માંડયો હતો તેમજ મ્યુનિ. બોર્ડમાં કમીશ્નર સામે ઠપકાની દરખાસ્ત લાવવા માટે પણ જાહેરાત કરી હતી. પરંતુ જે રીતે આ વિવાદનો અંત આવ્યો છે તે જાતા એમ લાગી રહયું છે કે કમીશ્નરના મનમાં વિપક્ષીનેતા નો જે ડર હશે તે પણ નીકળી ગયો છે. તથા મ્યુનિ. બોર્ડમાં આ મુદ્દો ચાલશે તો તેને માત્ર “ટાઈમ પાસ” જ માનવામાં આવશે તેમ સુત્રોએ વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.