મનપાની ચૂંટણી બાદ કોરોનાના દર્દીઓની સંખ્યા વધશે?

દિવાળીના તહેવારો બાદ જે રીતે કેસો વધ્યા એનું પુનરાવર્તન તો નહીં થાય ને??-
રેલી કે સભાઓમાં લોકો નિયમોના રીતસર ધજાગરા ઉડાવી રહ્યા છે. ત્યારે કહેવત યાદ આવે છે ક વાડ જ જ્યાં ચિભડુ ગળી જાય ત્યાં ફરીયાદ કેમ કરવી??
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, સપ્તાહથી કોરોનાના કેસોમાં ઘટાડો જાેવા મળતો હતો.તે કોરોનાએ ફરીથી માથુ ઉચક્યુ છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર સામાન્ય રીતે કોરોનાના લક્ષણો દર્દીમાં જણાતા હોય છે. પરંતુ આ વખતે બીજા ભાગમાં એવા કોઈ લક્ષણો જાેવા મળતા નથી.
વડોદરાની એક જાહેર સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રવચન આપતા ઢળી પડયા હતા. અને તેઓને અમદાવાદ લાવી હોસ્પીટલમાં જ્યારે દાખલ કર્યા ત્યારે ખબર પડી કે તેમને કોરોના છે. ટેસ્ટમાં કોરોના પોઝીટીવ આવ્યો હતો. દિવાળીના તહેવારો બાદ જે રીતે કોરોનાએ માથુ ઉંચક્યુ હતુ અને આંકડો ૧પ૦૦ની આસપાસ પહોંચ્યો હતો.
ત્યારબાદ આંકડો ઘટીને પ૦ની આસપાસ જતા નગરજનોએ ‘હાશ’ કરી હતી. પરંતુ તે છેલ્લા દિવસોથી આગામી દિવસોમાં મ્યુનિસિપલ કોર્પોરશનોની ચૂૃટણી આવી રહી છે ત્યારેે કોંગ્રેસ, ભાજપ તથા આપ તરફથી જે રેલીઓ યોજાઈ રહી છે, પ્રચાર માટે સભાઓ યોજાય છે કે ત્યાં સોશ્યલ ડીસ્ટન્સ જળવાતુ નથી. કોઈ માસ્ક પહેરેલ જણાતા નથી.
ત્યારે પ્રશ્ન એ થાય છે કે કાયદો શુ સામાન્ય જનતાને માટેે જ છે. ?? પક્ષો તરફથી ભોજન સમારંભો યોજાય છે ત્યાં પણ નિયમોનું રીતસરનું ઉલ્લેઘન થઈ રહ્યુ છે. છતાં નથી પગલાં ભરવામાં આવતા કે નથી તેમને રોકવામાં આવતા?અને આજ કારણ છે જે કોરોનાનું સંક્રમણ વધારશે. કોરોનાને કારણે આપણે શું ભૂલી ગયા કે કેટલાં લોકોએ જાન ગુમાવ્યો? કાયદો ઘડનારા જ કાયદાનો સરેઆમ જાહેરમાં ભંગ કરે ત્યારે શું કહેવુ??
છેલ્લા બે દિવસના કોરોનાના દર્દીઓમાં કે જેઓ સારવાર લઈ રહ્યા છે તે સત્તાવાર રીત આંકડાઓમાં વધારો જાેવા મળે છે. અને છેેલ્લી માહિતી અનુસાર આ આંકડો ફરી ૧૦૦ને વટી જશે એવી દહેશત પ્રજા સેવી રહી છે. રાજ્ય સરકાર તરફથી જાહેરાત કરાઈ છેે કે ખાનગી હોસ્પીટલો જે કોરોના માટે રજીસ્ટર્ડ કરવામાં આવી છે, તેમાં ૯પ ટકા પથારીઓ ખાલી છે, શાળાઓ પણ શરૂ કરવામાં આવી,
જેથી પ્રજા માનવા લાગી કે કોરોના વિદાય થઈરહ્યો છે. પરંતુ ચૂંટણી માટે કે ચૂંટણીને કારણે જ જે સરઘસો, રેલીઓ, તથા કામચલાઉ શરૂ કરવામાં આવેલા કાર્યાલયોમાં જાે મુલાકાત લેશો તો ત્યાં જાેવા મળશે લોકોના ટોળે ટોળા, માસ્ક તો બાજુએ રહ્યા પરંતુ સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાતું નથી. દિવાળીના તહેવારો બાદ જે રીતે કોરોનાના દર્દીઓમાં એકાએક જ વધારો જાેવા મળ્યો હતો જેને કારણે જ મોટા શહેરોમાં રાત્રી કફ્ર્યુ નાંખવાની ફરજ પડી હતી (જે હજુ ચાલુ જ છેે) એવો જ વધારો રાજ્યમાં ફરી જાેવા મળશે એમ ડોક્ટરો કહી રહ્યા છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કોંગ્રેસ તથા આપ પક્ષે પણ જાહેર સભાઓ ગજવી પરંતુ દરેક સભામાં ઉપસ્થિત લોકોમાં માંડ પ ટકા લોકોએ માસ્ક પહેર્યા હતા. વડોદરામાં યોજાયેલી જાહેરસભામાં જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવચન કર્યુ હતુ એ સભામાં પણ હાજર રહેલા લોકોમાં મોટાભાગના લોકો માસ્ક વગરના જાેવા મળતા હતા.
લોકો દહેશત સેવી રહ્યા છે કે ર૧મી ફેબ્રુઆરીના રોજ ચુૃંટણી પૂરી થયા બાદ કોરોનાનું જાેર વધશે? કેસો ખુબ આવવા માંડશે. ભાજપ-કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ જાહેરમાં જરૂર કહેતા ફરે છે કે કોરોના ગયો નથી, સાવચેતી જરૂરી છે. માસ્ક પહેરો, સોશ્યલ ડીસ્ટન્સ જાળવો, પરંતુ તેઓની જ રેલી કે સભાઓમાં લોકો નિયમોના રીતસર ધજાગરા ઉડાવી રહ્યા છે. ત્યારે કહેવત યાદ આવે છે ક વાડ જ જ્યાં ચિભડુ ગળી જાય ત્યાં ફરીયાદ કેમ કરવી??