Western Times News

Gujarati News

મનપા દ્વારા એક હજાર દંડની વસુલાત શરૂ: પ્રથમ દિવસે ૪૮૪ કેસ થયા

File

(દેવેન્દ્ર શાહ)અમદાવાદ, રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ માસ્ક ન પહેરવા બદલ દંડની રકમ રૂા.૫૦૦થી વધારીને રૂા.૧૦૦૦ કરી છે. તેનો અમલ ૧૧ ઓગસ્ટથી શરૂ થયો છે. સદર નિયમના પ્રથમ દિવસે મ્યુનિ.કોર્પાેરેશને રૂ.૪.૮૪ લાખ રકમ દંડ પેટે વસુલાત કરી છે. જ્યારે સોશિયલ ડિસ્ટન્સનો અમલ થતો ન હોવાથી મૂર્તિમંત કોમ્પ્લેક્ષને સીલ કરવામાં આવ્યું છે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણના જણાવ્યા મુજબ માસ્ક ન પહેરવા બદલ રૂા.એક હજાર પેનલ્ટીની વસુલાત શરૂ કરવામાં આવી છે.

મ્યુનિ.સોલીડ વેસ્ટ વિભાગની ૧૪૧ ટીમ દ્વારા માસ્ક ન પહેરવા બદલ ૪૮૪ કેસ કરવામાં આવ્યા છે. તથા રૂા.૪.૮૪ લાખની વસુલાત થઈ છે. પૂર્વ ઝોનમાં ૨૧ ટીમ દ્વારા ૬૩ કેસ, પશ્ચિમ ઝોનમાં ૨૨ ટીમ દ્વારા ૬૮ કેસ, ઉત્તર ઝોનમાં ૨૧ ટીમ દ્વારા ૬૨ કેસ, દક્ષિણ ઝોનમાં ૨૩ ટીમ દ્વારા ૮૯ કેસ, મધ્ય ઝોનની ૧૯ ટીમે ૭૬ કેસ, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૮ ટીમ દ્વારા ૫૮ કેસ અને પશ્ચિમ ઝોનમાં ૧૭ ટીમ દ્વારા ૬૮ કેસ કરવામાં આવ્યાં છે. જેમાં કેસ દીઠ રૂા.૧,૦૦ પેનલ્ટી લેવામાં આવી છે. મધ્ય ઝોનના રીલીફ રોડ પર આવેલા મૂર્તિમંત કોમ્પ્લેક્ષમાં સોશિયલ ડીસ્ટન્સનો અભાવ જાેવાં મળ્યો હતો. જેના કારણે માર્કેટની ૧૨૦ દુકાનો સીલ કરવામાં આવી છે.

આ અગાઉ, સિંધુ ભવન રોડ પર “મેંગો” સહિત ત્રણ રેસ્ટોરન્ટ, વસ્ત્રાપુર તળાવ પાસે ગજાનંદ પૌઆ હાઉસ, આંબાવાડી સર્કલ પાસે સેન્ટ્રલ મોલ, વસ્ત્રાપુરનો આલ્ફા વન મોલ, પ્રહલાદનગરમાં રીલાયન્સ ડીજીટલને પણ કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ સીલ કરવામાં આવ્યા છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.