Western Times News

Gujarati News

મનરેગા યોજના હેઠળ ચાલતી કામગીરીમાં બાળકો પાસે કામ કરાવવામાં આવતાં આશ્ચર્ય?

એક બાજું રાજ્ય સરકાર બાળ મજુરી અટકાવવા મસમોટી વાતો કરી રહી છે. બીજી તરફ નાના બાળકો માથે ભાર લઇ કાળી મજુરી કરાવવામાં આવી રહી છે. કડાણા તાલુકામાં મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં સગીર વયના કુમળા બાળકો પાસે મજુરી મનરેગા ના કામો માં  કરાવવામાં આવતી હોવાનું ચિત્ર સામે આવ્યું હતું

પરંતુ શરમજનક વાત એ છે આ ગંભીર બાબત ખુદ કડાણા મનરેગા શાખાના આસીસ્ટન્ટ મેનેજર ની હાજરીમાં નાના બાળકો 45 ડિગ્રી તાપમાનમાં માથે તગારા લઈ મજુરી કરતા હોય ત્યારે બાળ મજુરી ના દુષણ ને નાથવા માટે ના  સરકાર ના પ્રયત્નો સરકારી અધિકારીઓ નિષ્ફળ કરી રહ્યા  હોવાનું અહીંયા જણાઈ રહેલ છે.

હાલ મહીસાગર જીલ્લામાં જળ સંચય માટે નરેગા યોજના અંતર્ગત ચેકડેમ,કુવા તેમજ તળાવો ઊંડા કરવાની કામગીરી શરૂ કરવામાં આવેલ છે. જેમા ગ્રામ્ય વિસ્તારોમાં સ્થાનિક રોજગારી મળી રહે તેવા ઉમદા આશયે મનરેગા યોજના હેઠળ કરોડો રૂપિયા ખર્ચીને સરકાર દ્વારા લોકોને ઘર આંગણે રોજગારી પુરી પાડવામાં આવી રહી છે.

ત્યારે 11 મે બુધવારના રોજ કડાણા તાલુકાના વેલણવાડા ખાતે આવેલ તળાવ ઊંડું કરવાની કામગીરી ચાલી રહી હતી જેમા આસીસ્ટન્ટ વર્ક મેનેજર એસ.ટી.પંચાલ આ કામનું દેખરેખ કરી રહ્યા હતા.

આ સમયે  સગીર વયના  બાળકો પેનને બદલે કાળઝાળ ગરમીમાં પાવડા, તીકમ પકડી માથે તગારા ચઢાવી તળાવની પાળ બાંધી રહ્યા હોવાનું જોવા મળતું  હતું. ત્યારે સરકાર ભાર વગરનું ભણતર આપવાની ખોટી વાતો કરી રહ્યું હોવાનું કડાણા તાલુકામાં સ્પષ્ટ જોવા મળ્યું હતું

ત્યારે આવી કાળઝાળ ગરમીમાં નાના બાળકો માથે ભાર લઇ 45 ડિગ્રી તાપમાન માં  કાળી મજુરી કરી રહ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓ ની હાજરીમાં બાળકો માથે ભાર લઇ બાળ મજુરી કરી રહ્યા છે. ત્યારે સરકારી કર્મચારીઓ પોતે ઉભા રહી બાળ મજુરી ના દૂષણ ને વેગ આપવા નાના બાળકો પાસે કાળી મજુરી કરાવી રહ્યા છે ત્યારે આવામાં સરકાર બાળ મજુરી કાયદો લાગુ કરી કાર્યવાહી કરશે કે માત્ર તપાસમાં છાવરી લેવામાં આવશે શું આ કાયદો ચાની કીટલી હોટલ અને કોન્ટ્રાક્ટર પુરતો સીમિત રહેશે? તસવીર. ઈન્દ્રવદન વ પરીખ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.