મનસુખ હિરેનની લાશ જયાંથી મળી હતી ત્યાંથી એક વધુ શબ મળ્યુ હતુ
મુંબઇ: મહારાષ્ટ્રમાં મુકેશ અંબાણીના ઘરની બહાર મળેલ શંકાસ્પદ કારના કહેવાતા માલિક મનસુખ હિરેનના મોતનું રહસ્ય વધુ ગુંચવાઇ ગયું છે મુંબ્રાના રેતી બંદર જગ્યા પર એક શબ કબજે કરવામાં આવ્યું છે અહીં આશ્ચર્યની વાત એ છે કે આ એજ જગ્યા છે જયાંથી કેટલાક દિવસો પહેલા મનસુખ હિરેનનું શબ મળ્યુ હતું હકીકતમાં ૫ માર્ચે સ્કોર્પિયોના કહેવાત માલિક મનસુખ હિરેનનું શબ કબજે કરવામાં આવ્યું હતું. જયારે કેટલાક દિવસ પહેલા જ મનસુખે આ ગાડી ગુમ થવાનો રિપોર્ટ દાખલ કરાવ્યો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર મુંબ્રાની રેતી બંદર વિસ્તારમાં જે શબ મળ્યુ છે તેની ઓળખ ૪૮ વર્ષીય સલીમ અબ્દુલ તરીકે કરવામાં આવી છે જે આજ વિસ્તારનો રહેવાસી છે શબને પોલીસને સોંપી દેવામાં આવ્યું છે જાે કે સલીમ અબ્દુલના શબ મળવાની ઘટાને મનસુખ હિરેનના મોત કે અંબાણી કેસમાં કોઇ લેવા દેવા છે કે નહીં તેની અત્યાર સુધી કોઇ માહિતી સામે આવી નથી
એ યાદ રહે કે મનસુખ હિરેનના મોત મામલામાં મહારાષ્ટ્રના આતંકવાદ નિરોધક ટુકડી એટલે કે એટીએસે સચિન વાજે સહિત ૨૫ લોકોની પુછપરછ કરી નિવેદન દાખલ કર્યા છે.કારના કહેવાતા માલિક મનસુખ હિરેનના શંકાસ્પદ મોત પર ખુબ સવાલ ઉઠી રહ્યાં છે આ સવાલોની જદમાં સચિન વાજે પણ છે જેમને ગીત દિવસે મુંબઇ ક્રાઇમ બ્રાંચથી હટાવી દેવામાં આવ્યા હતાં અને બાદમાં ફરી નિલંબિત પણ કરી દેવામાં આવ્યા હતાં હિરેનની પત્નીએ વાજે પર તેમના પતિના મોતમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો છે.
એટીએસ સુત્રોનું માનવામાં આવ્યા તે વેપારી મનસુખ હિરેનની ડાયટમ તપાસ રિપોર્ટથી જાણવા મળ્યું છે કે જયારે તે પાણીમાં પડયા હતાં ત્યારે જીવતા હતાં જાે કે આ રિપોર્ટ નિર્ણાયક નથી મહારાષ્ટ્રના આતંકવાદ નિરોધક ટુકડી હિરેનની રહસ્યમય મોતની તપાસ કરી રહી છે ડાયટમ તપાસ ડુબી જવાથી મોતની તપાસ અને તેની પુષ્ટીમાં એક મહત્વપૂર્ણ માધ્યમ છે. એ યાદ રહે કે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના દક્ષિણ મુંહઇ ખાતેના નિવાસની પાસે ૨૫ ફેબ્રુઆરીએ વિસ્ફોટક અને ધમકી ભર્યા પત્રની સાથે સ્કોર્પિયો એસયુવી કાર મળી હતી