મનાલીમાં ઠંડીનો પ્રકોપ: ઝાકળ, ઝરણાં અને નદીઓ બધું જ થીજી ગયું!
મનાલી, હિમાચલ પ્રદેશના પર્યટક સ્થળ મનાલીમાં ગત થોડા દિવસોથી થઈ રહેલી બરફવર્ષા બાદ હવે ઠંડી પણ સતત વધતી જઈ રહી છે, જેના કારણે સમગ્ર ઘાટી ઠંડીની ઝપેટમાં આવી ગઈ છે. ઠંડીનો પ્રકોપ હવે કંઈક એ પ્રકારે વધવા લાગ્યો છે કે ઘાટીમાં વહેતાં ઝરણા-નદીઓ પણ થીજી જવા લાગ્યાં છે. જેના કારણે ઘાટીમાં રહેતાં લોકોને પણ હવે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પર્યટન નગરી મનાલી હાલમાં શીતલહેરની ઝપેટમાં છે. ઘાટીમાં રોજ સવાર-સાંજ માઇનસમાં તાપમાન થઈ જાય છે.
મનાલીમાં ઠંડીનો પ્રકોપ હવે એ હદી વધવા લાગ્યો છે કે હવે ઘાટીમાં વહેતાં ઝરણાં અને નદીઓ પણ થીજી જવા લાગી છે. જેના કારણે ઘાટીમાં રહેતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર-સાંજ તાપમાન માઇનસમાં જવાથી લોકોને વધુ ગરમ કપડાંનો સહારો લેવો પડી રહ્યો છે.
જોકે, દિવસ દરમિયાન સારો તડકો હોવાથી થોડી રાહત મળે છે. પરંતુ સવાર-સાંજ ઠંડીનો કહેર ચાલુ રહે છે અને લોકો સૂરજ આથમતાં જ પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા મજબૂર બની જાય છે. સ્થાનિક રહેવાસીઓનું કહેવું છે કે મનાલીમાં ઠંડીના કારણે સાંજે તાપમાન માઇનસમાં જતું રહે છે જેના કારણે ઘણી ઠંડી હોય છે. લોકોનું કહેવું છે કે જે રીતે આ વખતે ઘાટીમાં ઠંડી વધી રહી છે તેના કારણે ઘાટીમાં વહેતી નદી-નાળા પણ થીજી ગયા છે અને રસ્તાઓ પર વાહન પણ ચલાવવા મુશ્કેલ થઈ ગયા છે. લોકોનું કહેવું છે કે સવારના સમયે તાપમાનમાં ઘટાડો થવાથી મનાલીના ઉપરના વિસ્તારોમાં રહેતાં લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ, ઘાટીના લોકોને મનાલી આવનારા પર્યટકોને પણ આગ્રહ છે કે પર્યટક મનાલીથી ઉપરના વિસ્તારો તરફ જવા માંગે છે તો તેઓ સવારે દસ વાગ્યા બાદ જ ઉપરના વિસ્તારોમાં જાય તે હિતાવહ છે.