મનાલીમાં ભાણીયા સાથે એક્ટ્રેસ કંગનાની મસ્તી
મુંબઇ, બોલિવૂડ ક્વિન કંગના રનૌટ હાલમાં હિમાચલ પ્રદેશમાં છે અને મનાલીમાં તેનાં ઘરે આરામનું જીવન જીવી રહ્યો છે. કોરોના સંકટ બાદથી કંગના મનાલીમાં જ તેનાં પોતાનાં ઘરે છે અને અહીં જ સમય વિતાવી રહી છે. આ સમય દરમિયાન કંગના, સુશાંત સિંહ રાજપૂત મામલે પણ અગ્રેસર ભાગ ભજવી રહી છે તે દરરોજ કોઇને કોઇ નિવેદન કરતી રહે છે.
કંગનાની ટીમે ટિ્વટર પર તેનાં ઘણાં ફોટો પણ શેર કર્યા છે. ટિ્વટર પર હાલમાં જ ફોટો શેર કરવામાં આવ્યાં જેમાં કંગનાએ તેની માનાં હાથનાં બનેલાં પાત્રા અને લસ્સીનો ઝોલ (છાશ જેવું પણ સ્વાદમાં મીઠું) બનાવ્યો હતો. તે તેનાં ઘરે મંડીનાં ભાંબલામાં છે. કંગનાએ તેની તસવીરો પણ શેર કરી છે. પાત્રા અરવીનાં પત્તા માંથી બનતી વાનગીની તસવીર શેર કરી હતી. આ સાથે જ તેણે પાત્રા અંગેની જાણકારી શેર કરી છે.
આ ઉપરાંત કંગનાએ ટિ્વટર પર તલસીનાં છોડની તસવીર પણ શેર કરી છે. કંગના તેનાં ભાણીયા પૃથ્વીની સાથે સમય વીતાવી રહી છે અને તેની સાથે મસ્તી કરતી પણ નજર આવે છે. જન્માષ્ટમીનાં દિવસે કંગનાએ ઘરમાં પૂજા કરી હતી તેની તસવીર પણ તેને શેર કરી છે.SSS