મનાલીમાં બરફવર્ષાથી અટલ ટનલમાં ટ્રાફિક જામ
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/12/manali-1024x576.webp)
૧૦૦૦થી વધુ વાહન ફસાયા
ઘણા લોકો વિન્ટર કાર્નિવલ જોવા ગયા હતા, દરમિયાન, ત્યાં પણ બરફ વર્ષા થઇ રહી છે
મનાલી,ક્રિસમસ અને નવા વર્ષ પહેલા લોકો રજાઓ માણવા પહાડો તરફ જતા હોય છે. પહાડોમાં પ્રવાસીઓની વધતી ભીડ વચ્ચે મનાલીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મનાલીમાં સોલાંગથી અટલ ટનલ સુધી ૧૦૦૦થી વધુ વાહનો ફસાઈ ગયા હતા. ઘણા લોકો વિન્ટર કાર્નિવલ જોવા ગયા હતા. દરમિયાન, ત્યાં પણ બરફ વર્ષા થઇ રહી છે. ટ્રાફિક જામ એટલો લાંબો હતો કે સેંકડો વાહનો અટવાઈ ગયા હતા. ત્યાર પછી મનાલી પોલીસ પ્રશાસન મદદે આવ્યું અને ધીમે ધીમે ટ્રાફિક જામ ખોલવામાં આવ્યો હતો.
દરમિયાન હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાના કારણે રાજ્યના ૩૦ અને ૨ નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત કેટલાક જિલ્લાના વિભાગીય વિસ્તારોમાં વીજળી અને પાણીના કનેક્શન પણ કાપી નાખવામાં આવ્યા છે. બદલાતા હવામાન અને હિમવર્ષાના કારણે રાજ્યમાં જન સેવાઓ પ્રભાવિત થઇ હતી. નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા બાદ મોટી સંખ્યામાં પર્યટકો શિમલા અને મનાલી સહિત કુફરી, નારકંડા અને સોલાંગ વેલી પહોંચી રહ્યા છે. અહીંના પહાડો પણ બરફથી ભરેલા દેખાય છે.
હવામાન વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નજીકના પર્યટન સ્થળો કુફરી અને નારકંડા અને સોલંગ વેલીમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચ્યા હતા. આ સિવાય હવામાન વિભાગે શનિવાર સુધી ઉચ્ચ વિસ્તારોમાં વરસાદ અને હિમવર્ષાની આગાહી કરી છે. હવામાન વિભાગે ૨૪ થી ૨૬ ડિસેમ્બર સુધી મંડીના બકરા ડેમ જળાશય વિસ્તારમાં અને બલ્હ ઘાટીના કેટલાક ભાગોમાં ગાઢ ધુમ્મસને લઇને યલો એલર્ટ જાહેર કર્યું છે.ss1