મનિષ પોલ એક વર્ષ સુધી બેરોજગાર રહ્યો હતો
મનિષ ટીવીનું જાણીતું નામ છે પરંતુ સફળતા એમ જ નથી મળતી, અહીંયા સુધી પહોંચવા માટે ઘણી મહેનત કરી છે
મુંબઈ: ટીવી હોસ્ટ અને એક્ટર મનિષ પોલ આમ તો ખુશમિજાજી છે. તે હંમેશા આસપાસના લોકોને હસાવતો રહે છે. પરંતુ જીવન ક્યારેક એવો વળાંક લઈ લે છે, જ્યારે વ્યક્તિનું હાસ્ય છીનવાઈ જાય છે. ૩૯ વર્ષીય મનિષ પોલે ખુલાસો કર્યો છે કે, જીવનમાં એક સમય એવો પણ હતો જ્યારે તે એક વર્ષ સુધી બેરોજગાર હતો. તેની પાસે ઘરનું ભાડું ભરવાના પણ પૈસા નહોતા. ત્યારે તેની પત્ની સંયુક્તાએ બધો ખર્ચો ઉઠાવ્યો હતો અને તેને પણ સંભાળ્યો હતો. વાતચીતમાં મનિષ પોલે જીવનમાં વેઠેલી મુશ્કેલીઓ જણાવી. સાથે જ સંયુક્તા સાથેની લવ સ્ટોરી વિશે પણ વાત કરી.
મનિષ અને સંયુક્તા બાળપણથી એકબીજાને ઓળખતા હતા. બંને સ્કૂલના દિવસોથી રિલેશનશિપમાં હતા. ૨૦૦૬માં બંનેના લગ્ન થયા હતા અને આજે તેઓ બે બાળકોના માતા-પિતા છે. મનિષે જણાવ્યું કે, જ્યારે હું સ્ટ્રગલ કરી રહ્યો હતો ત્યારે સંયુક્તાએ મને સપોર્ટ કર્યો હતો. ૨૦૦૬માં પહેલીવાર આરજે તરીકેની ફુલ ટાઈમ જાેબ મળી હતી. મેં સંયુક્તાને કહ્યું, ચાલ લગ્ન કરી લઈએ. અમે ધામધૂમથી પંજાબી અને બંગાળી વિધિથી લગ્ન કર્યા. લગ્ન બાદ સંયુક્તાએ શિક્ષકની નોકરી શરુ કરી દીધી. હું નોકરી કરી રહ્યો હતો અને કેટલાક એન્કરિંગ એસાઈનમેન્ટસ પણ.
અમે બંને પોતપોતાના કામમાં વ્યસ્ત થઈ ગયા હતા. મનિષે આગળ જણાવ્યું કે, આ દરમિયાન સમય એવો હતો કે, તેની પાસે સંયુક્તા માટે સમય નહોતો. પરંતુ સંયુક્તાએ ક્યારેય આ વિશે મનિષને ફરિયાદ કરી નહીં. આ સમયે મનિષે કરિયરનો સૌથી ખરાબ સમય જાેયો. વર્ષ ૨૦૦૮માં તેની નોકરી જતી રહી. એક વર્ષ સુધી તે બેરોજગાર રહ્યો. ભાડું ભરવાના પણ પૈસા નહોતા. ત્યારે સંયુક્તાએ ન માત્ર તમામ ખર્ચ ઉઠાવ્યો
પરંતુ મનિષની સપોર્ટ સિસ્ટમ પણ બની. મનિષે કહ્યું કે, ‘સંયુક્તા જ મારી મોટિવેશનલ ફોર્સ હતી. તે મને હંમેશા કહેતી હતી કે, આશા ન છોડતો. સંયુક્તા મને હંમેશા કહેતી હતી કે, ધીરજ રાખ, તને સારી તક જરૂરથી મળશે. એક વર્ષ બાદ આમ થયું પણ. મને એક ટીવી સીરિયલમાં કામ મળી ગયું. બાદમાં રિયાલિટી શોમાં કામ મળ્યું. એવોર્ડ શોમાં કામ કરવાની તક મળી. અમારું જીવન પાટા પર આવી ગયું. ૨૦૧૧માં અમારે ત્યાં દીકરી અને ૨૦૧૬માં દીકરાનો જન્મ થયો. આજે હું એ જગ્યાએ છું જ્યાં મારી પાસે સંયુક્તા અને બાળકો માટે સમય છે. અને એક નિયમ એવો પણ છે કે, હું ડાઈનિંગ ટેબલ પર ક્યારે. પણ કામની વાત કરતો નથી, તેમ એક્ટરે ઉમેર્યું હતું.