Western Times News

Gujarati News

મને આંકડાની નહીં પરંતુ નાગરિકોના આરોગ્યની ચિંતા: કેજરીવાલ

File Photo

નવીદિલ્હી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે પાટનગરમાં કોરોના સંક્રમણની સ્થિતિ અંગે માહિતી આપી હતી તેમણંે કહ્યું કે લોકો બીમાર તો પડી રહ્યાં છે પરંતુ ઠીક પણ થઇ રહ્યાં છે અમે પહેલા ૨૦ હજાર ટેસ્ટ કરતા હતાં હવે વધારી ૪૦ હજાર કરી દેવામાં આવ્યા છે. આવા ડબલ ટેસ્ટિંગ કરી અમે કોરોના પર હુમલો કર્યો મને આંકડાની ચિંતા નથી નાગરિકોના આરોગ્યની ચિંતા છે દિલ્હીમાં ફરી કોરોના વધતા મામલા પર કેજરીવાલે કહ્યું કે રાજધાનીમાં આવું એટલા માટે થઇ રહ્યું છે કારણ કે અમે ટેસ્ટિંગ વધારી દીધા છે જાે અમે દિલ્હીમાં ફરીથી ટેસ્ટિંગ ઓછી કરી દઇશું તો દર્દીઓનો આંકડો પણ ઓછું થઇ જશે.

કેજરીવાલે કહ્યું કે મારે આંકડાને નહીં લોકોના આરોગ્યને સાજા કરવાના છે. દર્દીઓની સંખ્યાથી ગભરાવવાની જરૂર નથી જે દિવસે મોતનું આંકડો વધવા લાગશે તે દિવસ ચિંતાની વાત હશે. કોરોનાથી થનાર મૃત્યુને નિયંત્રણ કરવા માટે અમે અનેક પગલા ઉઠાવ્યા છે અમે ડોકટરોની ટીમ બનાવી દરેક હોસ્પિટલની ઓડિંટિંગ કરાવી તેમાં ડોકટરો અને અધિકારીઓએ જે યોગદાન આપ્યું છે તેના માટે તેમનો આભાર જયારે અમે હોમ આઇસોલેશનની વ્યવસ્થા શરૂ કરી હતી તો ચારેબાજુથી વિરોધ થયો હતો આજે તેની પ્રશંસા પુરી દુનિયા કરી રહી છે આ રીતે જયારે અમે ટેસ્ટિંગ બેગણી કરી દીધી તો અનેક લોકોએ વિરોધ કર્યો પરંતુ અમે બધાની સાથે વાતકરી અને તેમને સમજાવ્યા હવે બધા લોકો સાથે આવી ગયા છે.

કેજરીવાલે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં બેડની કમી નથી કુલ ૧૪ હજાર બેડ કોરોના દર્દીઓ માટે છે જેમાંથી ફકત ૫૦૦૦ બેડ હજુ ભરેલા છે તેમાંથી પણ ૧૭૦૦ બેડ દિલ્હીની બહારથી આવેલ દર્દીઓ માટે છે જયારે દિલ્હી પોતાના કોરોના દર્દી હાલ ૩૩૦૦ જ છે. દિલ્હીમાં સમગ્ર દેશથી લોકો સારવાર માટે આવી રહ્યાં છે કારણ કે તમામને અહીંની આરોગ્ય સેવાઓ પર વિશ્વાસ છે.ગત કેટલાક દિવસોથી જાેઇ રહ્યો છું કે કેટલાક લોકો બેદરકારી કરી રહ્યાં છે ઘરેથી બહાર નિકળતા માસ્ક પહેરતા નથી સોશલ ડિસ્ટેસિંગનું પાલન કરી રહ્યાં નથી આમ કરવું જાેઇએ નહીં.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.