મને એક જીવન વીમા એજન્ટે નાટકમાં કામ કરતો જોયો અને રિહર્સલમાં બોલાવ્યો: અંબરીશ બોબી
એન્ડટીવી પર ઔર ભાઈ ક્યા ચલ રહા હૈ?માં રમેશ પ્રસાદ મિશ્રાની ભૂમિકા ભજવતો અંબરીશ બોબી કહે છે, “સાધા મધ્યમ વર્ગના પરિવારનો હોઈ મેં કોમર્સમાં મારો અભ્યાસ કર્યો અને અકાઉન્ટિંગમાં ગ્રેજ્યુએટ થયો અને અકાઉન્ટન્ટ તરીકે ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કર્યું છે. ઓફિસમાં કામ કરતી વખતે મને એક જીવન વીમા એજન્ટે નાટકમાં કામ કરતો જોયો.
તેણે માટે નાટકના રિહર્સલમાં બોલાવ્યો. આ રીતે રંગમંચ કલાકાર તરીકે મારો પ્રવાસ શરૂ થયો. આ પછી મને ક્યારેય પાછળ વળીને જોવું પડ્યું નથી. મેં નોકરી છોડી દીધી અને સંગમ બહુગના, લવલિત સિંગ પોખરિયા અને રાજા અવસ્થી વગેરે જેવા લખનૌના નામાંકિત રંગમંચ ડાયરેક્ટરો સાથે કામ કર્યું.
હું આજે જે પણ છું તે રંગમંચને કારણે છું અને તેથી મારા મનમાં આ માધ્યમ વિશેષ સ્થાન ધરાવે છે. હું કલાકાર તરીકે જે પણ શીખ્યો છું તે રંગમંચ થકી છે. કલાકાર તરીકે તમે રંગમંચ થકી વર્તન શીખી શકો છો, જે પોતાને કઈ રીત પ્રસ્તુત કરવું, કઈ રીતે સૌજન્યશીલ રહેવું,
કેવી પ્રતિક્રિયા આપવી અને ઘણી બધી બાબતોમાં તમારું વ્યક્તિત્વ ખીલવે છે. રંગમંચ વ્યક્તિને સંપૂર્ણ કલાકાર બનાવવાની શક્તિ ધરાવે છે.”