‘મને કીધું તારું મોહ કાળું થઈ જશે તો ક્યાં જઈશ…આપઘાત કરવો પડશે’
મુંબઈ: સુશાંત સિંહના આપઘાત બાદથી કંગના રણૌત આક્રમક છે. બોલિવુડના અમુક સિતારાઓ પર એક બાદ એક ખુલાસા કરી રહી છે ત્યારે હવે જાવેદ અખ્તર પર કંગનાએ મોટો આરોપ લગાવ્યો છે. આ સિવાય સુશાંત સિંહ કેસમાં પણ કંગના રણૌતે ચાર લોકોના નામ લઈને કહ્યું કે તે લોકોથી પૂછપરછ થવી જાેઈએ.
રૂપેરી પડદાની દુનિયામાં અમુક જ એવા કલાકારો હોય છે એ ખુલીને પોતાની વાત બધા સામે મૂકી શકે છે. વર્તમાનમાં સૌથી મજબૂત નામ છે કંગના રણૌત. છેલ્લા કેટલાક દિવસથી કંગના બોલિવુડની નકરાત્મક સચ્ચાઈનો ખુલાસો કરી રહી છે ત્યારે હવે એક ખાનગી મીડિયા ચેનલના સાક્ષાત્કારમાં કંગનાએ ખૂબ મોટો ખુલાસો કર્યો છે.
કંગના રણૌતે જાવેદ અખ્તર પર ખૂબ ગંભીર આરોપ લગાવ્યો છે. કંગનાએ કહ્યું ‘જાવેદ અખ્તરે મને ઘરે બોલાવી. જે બાદ તેમણે મને કહ્યું કે જાે હું હૃતિક રોશનથી માફી ન માંગુ તો મારે આત્મહત્યા કરવી પડશે.’ કંગના અનુસાર તે સમયે તે વિચારમાં પડી ગઈ કે તેમણે એવી તો શું ભૂલ કરી છે કે આવું કામ કરવું પડશે ત્યારે જાવેદ અખ્તરે કંગનાંને કહ્યું હતું કે ‘તારે આત્મહત્યા કરવી પડશે કારણ કે તારુંં મો કાળું થઈ જશે પછી તું ક્યા જઈશ.’
નોંધનીય છે કે આ જ ઈન્ટરવ્યુમાં કંગનાએ સુશાંત સિંહ કેસને લઈને પણ ઘણા બધા ખુલાસા કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ‘હું એમ નથી કહી રહી કે કોઈની ઈચ્છા હતી કે સુશાંત મરી જાય પણ નિશ્ચિત રૂપથી તે લોકોની ઈચ્છા હતી કે તે બરબાદ થઈ જાય. આ લોકો ભાવનાત્મક ગીધ જેવા હોય છે. તે જાેવા માંગે છે કે કોઈ વ્યક્તિ પોતે જ પોતાની જાતને લીંચ કરી નાખે. મુંબઈ પોલીસ કેમ કરણ જાેહર, આદિત્ય ચોપરા, મહેશ ભટ્ટ અને રાજીવ મસંદને નથી બોલાવી રહી ? તે શક્તિશાળી છે એટલે ?’