મને નાયબ મુખ્યમંત્રીનો ચહેરો બનાવવામાં આવે : નિષાદ
લખનૌ: ગત લોકસભા ચુંટણીમાં ભાજપની સાથે આવેલ નિષાદ પાર્ટીએ પોતાની મોટી માંગ સામે રાખી દીધી છે.પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ સંજય નિષાદે કહ્યું છે કે યુપી વિધાનસભા ચુંટણીમાં તેમને નાયબ મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા જાેઇએ આ સાથે મોદી કેબિનેટમાં પદ અને રાજયસભામાં બેઠક પર પણ તેમણે પોતાનો દાવો રજુ કર્યો છે. સંજય નિષાદે કહ્યું કે જાે ભાજપ તેમને દુખી કરશે તો તે પણ ખુશ રહી શકશે નહીં
ડો સંજય નિષાદની આ માંગ સામે આવ્યા બાદ રાજનીતિમાં ગરમાવો આવ્યો છે દરેક કોઇ જાણવા માંગે છે કે તેના પર ભાજપનું વલણ કેવું રહેશે એ યાદ રહે કે ગત દિવસોમાં સંજય નિષાદ અને તેમના સાંસદ પુત્ર પ્રવીણ નિષાદે નવીદિલ્હીમાં ગૃહ મંત્રી અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની મુલાકાત કરી હતી સંજય નિષાદનું એ પણ કહેવું છે કે જાે ભાજપ ચુંટણીમાં તેમને ચહેરો બનાવશે તો તેનો લાભ તેને પણ મળશે. રાજયમાં સરકાર ભાજપની જ બનશે. તેમણે દાવો કર્યો કે ઉત્તરપ્રદેશની ૧૬૦ વિધાનસભા બેઠકો પર નિષાદ સમુદાય ખુબ મજબુત સ્થિતિમાં છે તેમના જણાવ્યા અનુસાર ઉત્તરપ્રદેશમાં નિષાદ સમુદાયના ૧૮ ટકા મત છે આવામાં જાે ભાજપ તેમને નાયબ મુખ્યમંત્રીનો ચહેરો બનાવશે તો જીત સુનિશ્ચિત છે
એ યાદ રહે કે તાજેતરમાં સંજય નષાદે દિલ્હીમાં અમિત શાહની સાથે મુલાકાત કરી હતી આ મુલાકાતમાં તેમણે ૨૦૨૨ની વિધાનસભા ચુંટણીમાં નિષાદ પાર્ટીને યોગ્ય બેઠકો આપવાની માંગ કરી હતી આ ઉપરાંત તેમણે કેન્દ્ર અને પ્રદેશ સરકારમાં એક એક મંત્રી પદની પણ માંગ કરી હતી. તેમણે ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાની મુલાકાત કરી આજ માંગ રાખી હતી તેમણે પહેલા ત્યાં સુધી કહી દીધું હતું કે જાે ભાજપ તેમની માંગોને માનશે નહીં તો તે અલગ થઇ ચુંટણી લડવાની બાબતમાં વિચાર કરી શકે છે.