મને પણ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા જોઈએ: કે.ચંદ્રશેખર

હૈદરાબાદ, રાહુલ ગાંધી પર ભાજપના નેતાઓની નિવેદનબાજી વચ્ચે ટીઆરએસ નેતા અને તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખ રાવ ખુલીને રાહુલ ગાંધીના સપોર્ટમાં આવ્યા છે. હાલમાં જ અસમના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધી પર ટિપ્પણી કરી હતી જેના વિરુદ્ધમાં ટીઆરએસ નેતા કે.ચંદ્રશેખર રાવે ખુલીને નિવેદન આપ્યું છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બાદ તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે ભારતીય સેનાના શૌર્ય પર સવાલ ઉઠાવ્યો છે. પોતાની પ્રેસ કોન્ફરન્સમાં મીડિયાના સવાલ પર તેમણે કહ્યું કે રાહુલ ગાંધી શું, મને પણ સર્જિકલ સ્ટ્રાઈકના પુરાવા જાેઈએ છે.
પુલવામા હુમલા બાદ પાકિસ્તાનમાં ઘૂસીને સર્જિકલ સ્ટ્રાઈક કરનારી ભારતીય સેનાના શૌર્યના ચર્ચા ભલે સમગ્ર દેશ અને દુનિયામાં થાય પરંતુ તેના પર રાજકીય રોટલા શેકવાનું હજું બંધ થયું નથી. ભાજપે કેસીઆરના આ નિવેદનને બેજવાબદાર ગણાવ્યું છે. ભાજપે કેસીઆરના નિવેદનના સાવ બેજવાબદાર ગણાવતા કહ્યું કે આ સ્ટેટમેન્ટ પુલવામા સહિત દેશના તમામ શહિદોની શહાદતનું અપમાન છે.SSS